ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2017 (11:39 IST)

#CT17- ભારતથી પાકિસ્તાનને મળી ધમાકેદાર પરાજય

ભારતથી પાકિસ્તાનને મળી ધમાકેદાર પરાજય 
 
બર્મિઘમ- ચેમ્પિયન ટ્રોફીની ગ્રુપ-બીની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ડકવર્થ લુઇસ નિયમના આધારે 124 રનથી પરાજય આપ્યો હતો. વરસાદના કારણે શરૂઆતમાં મેચ 48-48 ઓવરની કરવામાં આવી હતી જેમાં ભારતે યુવરાજસિંહ, કોહલી અને રોહિત અને ધવનની શાનદાર ઇનિંગની મદદથી ત્રણ વિકેટે 319 રન નોંધાવ્યા હતા.
 
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 48 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 319 રન બનાવ્યા હતા. વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાનને જીત માટે 41 ઓવરમાં 289 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ સમગ્ર ટીમ 33.4 ઓવરમાં 164 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ જ્યારે હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી.