શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (11:24 IST)

ભારતના ધબડકાથી ચાહકો ભડક્યા- ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઇને રોહિત શર્મા અને મેન્ટરની ભૂમિકા નિભાવી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, 
 
ટ્વિટર પર હાલ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, જેમાં #BanIPL, #MentorDhoni, #captaincy ઉપરાંત ટીમ ઈન્ડિયાને લગતા ઘણા મુદ્દા હાલ ટ્રેન્ડ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ 110 રન બનાવી શકી અને 8 વિકેટે પરાજય મળતાં ભારત માટે સેમી-ફાઈનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયું છે. 
 
એક ચાહકે તો એવું કહ્યું કે ટીમ ઈન્ડિયાને ઘમંડ નડી ગયો છે. BCCI અને IPL તમે ભગવાન નથી, એ વાત જાણી લો. તમે IPL માટે નહીં, દેશ માટે રમી રહ્યા છો. તમારા મગજમાં એ લખી રાખો કે એ મહત્ત્વનું છે