ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2020 (17:28 IST)

ICC Women's T20 World Cup 2020: ઈગ્લેંડને હરાવ્યા વગર પણ ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, જાણો શુ કહે છે સમીકરણ

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ વર્તમાન દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં રમાય રહ્યુ છે. ટુર્નામેન્ટની બંને સેમીફાઈનલ મેચ 5 માર્ચના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉંડ (એસસીજી)મેદાન પર રમાવવાની છે. પહેલી સેમીફાઈનલ મેચ ભારતીય સમયના મુજબ સવારે 9.30 વાગ્યાથી રમાવવાની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈગ્લેંડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આ મેચ રમાવાની છે. એક પરિસ્થિતિમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈગ્લેંડને હરાવ્યા વગર જ ફાઈનલમાં પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે સિડનીમાં આવનારા થોડા સમય સુધી સતત વરસાદની આશંકા બનેલી છે અને જો વરસાદને કારણે મેચ રદ્દ થાય છે તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલમાં સ્થાન બનાવી લેશે. 
ICC women
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ પહેલી ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઈસીસી) પાસ્સે સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે ની માંગણી કરી હતી પણ આઈસીસીએ તેને નકારી દીધી. હવે આવામાં જો વરસાદથી કોઈ પણ સેમીફાઈનલ મેચ રદ્દ થાય છે તો લીગ રાઉંડમાં સારા પોઈંટવાળી ટીમ ફાઈનલમાં પહોંચી જશે. ભારતીય મહિલા ટીમ પોતાના બધા લીગ મેચ જીતીને આઠ પોઈંટ્સ સાથે સેમીફાઈનલમાં પહોંચી છે. જ્યારે કે ઈગ્લેંડ મહિલા ક્રિકેટ ટીમના ખાતામાં ત્રણ જીત સાથે છ પોઈંટ્સ છે. આવામાં સારા પોઈંટ્સના આધાર પર ભારતીય મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી જશે. 
 
આવામાં જો બીજી સેમીફાઈનલ મેચની વાત કરો જે દક્ષિણ આફ્રિકી મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાઈ મહિલા ટીમ વચ્ચે રમાવાની છે.  તેમા સારા પોઈંટ્સના હિસાબથી દક્ષિણ આફ્રિકી ટીમ ફાઈનલમાં પહોંચશે.  દક્ષિણ આફ્રિકી મહિલા ટીમના ખાતામાં સાત પોઈંટ્સ છે.  જ્યારે કે ઓસ્ટ્રેલિયાઈ મહિલા ટીમના ખાતામાં છ પોઈંટ્સ છે.