શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (00:18 IST)

IND vs AFG: ભારતે જીત સાથે T20 સિરિઝની કરી શરૂઆત, પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું

team india
IND vs AFG 1st T20I: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની જીત સાથે જ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે પ્રથમ વખત T20 સિરીઝ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અફઘાનિસ્તાનને બેટિંગ કરવા કહ્યું. આ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારત સામે અફઘાનિસ્તાન ટીમનો આ સર્વોચ્ચ T20 સ્કોર હતો.
 
પ્રથમ દાવની કેવો રહ્યો ? 
અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં ખૂબ જ સારી શરૂઆત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં ટીમ થોડી લડાખડાઈ ગઈ હતી અને તેણે 57ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી મોહમ્મદ નબીએ અઝમતુલ્લા ઓમરઝાઈ સાથે મળીને અફઘાનિસ્તાનની ઈનિંગની કમાન સંભાળી અને ટીમના સ્કોરને 100 રનથી આગળ લઈ ગયા. આ દરમિયાન મોહમ્મદ નબીએ ફાસ્ટ  બેટિંગ કરી હતી. નબીએ માત્ર 27 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. નબીની જોરદાર ઇનિંગ્સના કારણે અફઘાનિસ્તાને ભારતને આટલું લક્ષ્ય આપી શકયું 
 
ટીમ ઈન્ડિયાએ આ રીતે સ્કોરનો પીછો કર્યો
અફઘાનિસ્તાન સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ હતો. જેનો ભારતીય ટીમે 17.3 ઓવરમાં પીછો કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી શિવમ દુબેએ 40 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. ટીમ ઈન્ડિયાની જીતમાં શિવમ દુબેની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી. તેણે પ્રથમ દાવમાં બોલ અને બીજા દાવમાં બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે આ રન ચેઝમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ભારતે પહેલા જ ઓવરમાં 0ના સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાને 28 રન પર બે ઝટકા લાગ્યા હતા, પરંતુ અહીંથી શિવમ દુબેએ ભારતીય દાવને સંભાળ્યો અને પહેલા જીતેશ શર્મા અને પછી રિંકુ સિંહ સાથે ભાગીદારી કરીને ભારતને મેચ જીતાડી.