રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 24 નવેમ્બર 2024 (14:24 IST)

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

IND vs AUS 1st Test Day 3: ભારત- ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલે સદી ફટકારી છે. મૅચની બીજી ઇનિંગ્સમાં જાયસવાલ 101 રન બનાવીને નૉટ આઉટ રહ્યા છે.
 
જાયસવાલ સાથે કે.એલ.રાહુલ 74 રન બનાવીને નૉટ આઉટ રહ્યા છે. બંને વચ્ચે 197 રનોની પાર્ટનરશિપ થઈ ચૂકી છે.
 
આની પહેલાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 150 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમ 104 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
 
બીજા દિવસની રમત ખતમ થાય ત્યાં સુધી ભારતે બીજી ઇનિંગ્સમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 170 રન બનાવ્યા હતા. આજે મૅચનો ત્રીજો દિવસ છે અને આ લખાય છે ત્યાં સુધી ભારત પાસે 243 રનોની લીડ મળી છે.