શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2024 (18:02 IST)

Kanpur Test- ભારતે પહેલી ઇનિંગમાં માત્ર ત્રણ જ ઓવરમાં 50 રન બનાવ્યા

rohit sharma
Kanpur Test Match= બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટમૅચમાં ભારતીય ટીમે વિશ્વ રેકૉર્ડ બનાવ્યો છે. ભારતે પહેલી ઇનિંગમાં માત્ર ત્રણ જ ઓવરમાં 50 રન બનાવ્યા છે. આ ટેસ્ટમૅચોમાં કોઈ પણ ટીમ તરફથી સૌથી ઝડપી અર્ધસદી છે.
 
કૅપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલે મળીને આ રેકૉર્ડ બનાવ્યો છે. વરસાદથી પ્રભાવિત કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ 233 રન બનાવી આઉટ થઈ ગઈ.
 
રોહિત શર્માએ 11 બૉલમાં 23 રન બનાવ્યા. આ પહેલા ટેસ્ટમૅચમાં સૌથી ઝડપી અર્ધસદી બનાવવાનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડના નામે હતો. ઇંગ્લૅન્ડે 4.2 ઓવરમાં અર્ધસદી પૂર્ણ કરી હતી.
 
બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હકે 107 રન બનાવ્યા જ્યારે કે કૅપ્ટન શાંતોએ 21 રનનું યોગદાન આપ્યું.
 
સૌથી વધુ વિકેટ ભારત તરફથી જસપ્રીત બુમરાહે લીધી. તેમને ત્રણ વિકેટ મળી. જ્યારે કે મોહમ્મદ સિરાઝ, આર, અશ્વિન, અને આકાશદીપને બે-બે વિકેટ મળી. રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી. આ સાથે જાડેજા ટૅસ્ટ મૅચમાં કુલ ત્રણસો વિકેટ લેનાર ખેલાડી બન્યા.
 
પહેલી ટેસ્ટ મૅચ જીતીને ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ છે.