શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (10:55 IST)

Ind vs SA 4th T20 ચોથી ટી20 માટે રાજકોટ પહોંચી ભારતીય ટીમ, ગરબે ઝૂમે ખેલાડીઓ

indian cricket team
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શુક્રવારે ચોથી T20 મેચ રમાવવાની છે. આ મેચ માટે ભારતીય ટીમ રાજકોટ પહોંચી છે. બંને ટીમો વચ્ચે ચોથી T20 મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ માટે કેપ્ટન ઋષભ પંતની સાથે હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર સહિત આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ હોટલ પહોંચી ગયો છે. ગુજરાત પહોંચતા ભારતીય ટીમનું ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ટીમનો રાજકોટ પહોંચવાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય ખેલાડીઓને વિશાખાપટ્ટનમથી પ્લેનમાં બેસીને રાજકોટ પહોંચવા સુધીની આખી સફર બતાવવામાં આવી છે.
 
આ સાથે જ રાજકોટ પહોંચ્યા બાદ ખેલાડીઓ બસ દ્વારા ટીમ હોટલ જવા રવાના થાય છે. હોટલ પહોંચતા જ ખેલાડીઓનું સ્વાગત ગરબા ડાન્સ સાથે કરવામાં આવે છે. વીડિયોમાં ભારતીય ટીમનો ખેલાડી અર્શદીપ પણ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
 
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સિવાય સપોર્ટ સ્ટાફનો કોઈ સભ્ય રાજકોટમાં રહેશે નહીં. બેટિંગ કોચ વિક્રમ રાઠોર અને અન્ય સપોર્ટ સ્ટાફ મેમ્બર ઈંગ્લેન્ડ જવા રવાના થશે. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નો સપોર્ટ સ્ટાફ સાઇરાજ બહુલે અને શિતાંશુ કોટક અને અન્ય કેટલાક સભ્યો રાજકોટમાં ભારતીય ટીમની સાથે રહેશે.
છેલ્લી 3 મેચમાં બોલરોને મદદ મળી હતી, તેથી આ વખતે તેનાથી વિપરીત છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ છે, ચોથી મેચ હાઈ સ્કોરિંગ મેચ હશે તેવી પૂરેપૂરી અપેક્ષા છે. બોલ બેટ પર સારી રીતે આવશે અને સારા શોટ જોવા મળશે. અહીં ઓસ્ટ્રેલિયાએ T20 મેચમાં ભારત સામે 202 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ભારતે 2 બોલ બાકી રહેતા હાંસલ કર્યો અને જીત મેળવી લીધી. યુવરાજ સિંહે 35 બોલમાં 77 રન બનાવ્યા હતા.