સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 18 ડિસેમ્બર 2022 (12:06 IST)

ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ: પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મૅચના પાંચમા દિવસે ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવી દીધું છે.
 
આ સાથે જ ભારત આ બે ટેસ્ટ મૅચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે.
 
ભારતે બાંગ્લાદેશના ચટ્ટોગ્રામના ઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ટૉસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતે 404 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 258 રન બનાવ્યા હતા.
 
બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી બેટિંગ કરતા ઝાકિર હસને 100, શાકિબ અલ હસને 84 અને નજમુલ હોસૈન શન્ટોએ 67 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ભારત તરફથી બૉલર અક્ષર પટેલે 32.2 ઓવરમાં 77 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવે 20 ઓવરમાં 72 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ ઝડપી હતી.