રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 8 ફેબ્રુઆરી 2020 (16:42 IST)

INDvsNZ : રવીન્દ્ર જાડેજાની અર્ધસદી એળે ગઈ, ન્યૂઝીલૅન્ડે સિરીઝ જીતી

શનિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સિરીઝની બીજી વન-ડે મૅચ સાથે જ ન્યૂઝીલૅન્ડે સિરીઝ 2-0થી જીતી લીધી છે. અગાઉ ભારતે સળંગ પાંચ ટી-20 મૅચની શ્રેણીમાં કિવી ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો. એ પછી બુધવારે હેમિલ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો. ન્યૂઝીલૅન્ડ સામેની બીજી વન ડે મૅચમાં 274 રનના લક્ષ્યાંક સામે ભારતની ટીમ 251 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
 
મૅચમાં છેલ્લી વિકેટ રવીન્દ્ર જાડેજાની પડી હતી. તેઓ 73 બૉલમાં 55 રને આઉટ થયા હતા. અગાઉ નવદીપ સૈનીએ જાડેજા સાથે ઉપયોગી ભાગીદારી કરી હતી. 8માં ક્રમે રમવા આવેલા સૈનીએ 49 બૉલમાં 45 રન કર્યા હતા. મોટા લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયા ખરાબ શરૂઆત કરી હતી.
 
ઓપનિંગ બૅટ્સમૅન મયંક અગ્રવાલ ફક્ત ત્રણ રને અને પૃથ્વી શૉ ફક્ત 24 રન કરીને આઉટ થઈ ગયા હતા. વન ડાઉન રમવા આવેલા કૅપ્ટન કોહલી પણ ફક્ત 14 રને સાઉધીની બૉલિંગમાં બૉલ્ડ થયા હતા.
મિડલ-ઑર્ડર બૅટ્સમૅન શ્રેયસ ઐય્યરે લડત આપી 57 રન કર્યા પરંતુ કોઈ સાથે મોટી ભાગીદારી ન થઈ શકી. કોહલી અને લોકેશ રાહુલ ફક્ત ચાર રને અને કેદાર જાધવ ફક્ત નવ રને આઉટ થયા.
 
શ્રેયસ ઐય્યર પણ અંતે 57 બૉલમાં 52 રને બેનેટનો શિકાર બન્યા. શાર્દૂલ ઠાકુરે આક્રમક બેટિંગ કરવાની કોશિશ કરી હતી અને 15 બૉલમાં 18 રન કરીને આઉટ થઈ ગયા હતા.
 
શનિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સિરીઝની બીજી વન-ડે મૅચ સાથે જ ન્યૂઝીલૅન્ડે સિરીઝ 2-0થી જીતી લીધી છે. અગાઉ ભારતે સળંગ પાંચ ટી-20 મૅચની શ્રેણીમાં કિવી ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો. એ પછી બુધવારે હેમિલ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો.
 
ન્યૂઝીલૅન્ડ સામેની બીજી વન ડે મૅચમાં 274 રનના લક્ષ્યાંક સામે ભારતની ટીમ 251 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. મૅચમાં છેલ્લી વિકેટ રવીન્દ્ર જાડેજાની પડી હતી. તેઓ 73 બૉલમાં 55 રને આઉટ થયા હતા. અગાઉ નવદીપ સૈનીએ જાડેજા સાથે ઉપયોગી ભાગીદારી કરી હતી. 8માં ક્રમે રમવા આવેલા સૈનીએ 49 બૉલમાં 45 રન કર્યા હતા.
 
મોટા લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયા ખરાબ શરૂઆત કરી હતી. ઓપનિંગ બૅટ્સમૅન મયંક અગ્રવાલ ફક્ત ત્રણ રને અને પૃથ્વી શૉ ફક્ત 24 રન કરીને આઉટ થઈ ગયા હતા. વન ડાઉન રમવા આવેલા કૅપ્ટન કોહલી પણ ફક્ત 14 રને સાઉધીની બૉલિંગમાં બૉલ્ડ થયા હતા.
 
મિડલ-ઑર્ડર બૅટ્સમૅન શ્રેયસ ઐય્યરે લડત આપી 57 રન કર્યા પરંતુ કોઈ સાથે મોટી ભાગીદારી ન થઈ શકી. કોહલી અને લોકેશ રાહુલ ફક્ત ચાર રને અને કેદાર જાધવ ફક્ત નવ રને આઉટ થયા.
શ્રેયસ ઐય્યર પણ અંતે 57 બૉલમાં 52 રને બેનેટનો શિકાર બન્યા. શાર્દૂલ ઠાકુરે આક્રમક બેટિંગ કરવાની કોશિશ કરી હતી અને 15 બૉલમાં 18 રન કરીને આઉટ થઈ ગયા હતા.
 
ન થયું ઇતિહાસનું પુનરાવર્તન
 
વિરાટ કોહલીની ટીમ માટે પ્રથમ મૅચ ગુમાવ્યા બાદ શ્રેણી જીતવી વધારે મોટી વાત નથી પણ એ આ સિરીઝમાં શક્ય નહોતું બન્યું. વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી છેલ્લી બે સિરીઝમાં ભારતે પ્રથમ મૅચ ગુમાવી હતી અને અંતિમ બે મૅચ જીતીને શ્રેણી જીતી લીધી હતી. તેથી ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડ સામે પણ તેનું પુનરાવર્તન કરી શકે તેમ હતી. જોકે, ટોપ ઑર્ડરનો ધબડકો ભારતને ભારે પડ્યો હતો.
કાશ્મીરમાં એક સમયે હતા ફોટોજર્નલિસ્ટ, આજે ઈંટો ઊંચકવા મજબૂર
 
રોસ ટેલરનો ફરી ચમકારો 
 
ન્યૂઝીલૅન્ડ તરફથી ટોપ ઑર્ડર બેટ્સમૅનોએ ધમાકેદાર બેટિંગ કરી હતી. 91 રનની ઓપનિંગ ભાગીદારી પછી પહેલી વિકેટ હેનરી નિકોલ્સની પડી હતી. નિકોલ્સે 41 રન કર્યા હતા. માર્ટિન ગપ્ટિલે 79 બૉલમાં 79 રન કર્યા હતા. પહેલી મૅચમાં આક્રમક સદી કરનાર રોસ ટેલરે 74 બૉલમાં 73 રન નોટઆઉટ કર્યા હતા. જોકે, પાછળના ક્રમના બેટ્સમૅનોએ ધબડકો કર્યો હતો. ન્યૂઝીલૅન્ડની ટીમે 8 વિકેટે 273 રન કર્યા હતા.
ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 2, ચહલે 3 અને રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.