ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2024 (12:33 IST)

IPL 2025: ઋષભ પંતના ખુલાસાથી મચી બબાલ, દિલ્હી કૈપિટલ્સમાંથી છુટા પડવા પર તોડ્યુ મૌન

IPL 2025 નુ મેગા ઓક્શન આ મહિને એટલે કે 24 અને 25 નવેમ્બરના રોજ સઉદી અરબના જેદ્દામાં થશે. આ મેગા ઓક્શનમાં ઋષભ પંત સહિત અનેક સ્ટાર ખેલાડીઓ પર નજર રહેશે. તાજેતરમાં જ જ્યારે બધી ટીમોએ પોત પોતાનુ રિટેંશન લિસ્ટનુ એલાન કર્યુ હતુ તો દિલ્હી કૈપિટલ્સની લિસ્ટમાં ઋષભ પંતનુ નામ નહોતુ. તેનાથી સ્પષ્ટ થઈ ગયુ કે દિલ્હીએ પંતને રિલિઝ કરી દીધો છે. દિલ્હી કૈપિટલ્સના આ નિર્ણયથી અનેક લોકો પરેશાન હતા. ફેંસ પણ દિલ્હીના આ પગલાથી નારાજ થઈ ગયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી જાહેર કરી હતી. આ મામલે હવે મોટો ખુલાસો થયો છે. 
 
ઉલ્લેખનીય છે કે સ્ટાર સ્પોર્ટ્સે IPL મેગા ઑક્શન પહેલા એક વીડિયો શેયર કર્યો જેમા દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતના દિલ્હી કૈપિટલ્સમાં કમબેકની શક્યતા વિશે વાત કરતા જોવા મળ્યા. આ વીડિયોમાં ગાવસ્કર કહી રહ્યા છે કે જ્યારે ખેલાડીને રિટેન કરવામાં આવે છે તો ફ્રેંચાઈજી અને ખેલાડી વચ્ચે સેલેરીને લઈને ખૂબ વાત થાય છે. આપણે બધાએ જોયુ કે કેટલાક ખેલાડી જેને રિટેન કરવામાં આવ્યા છે તેમણે નંબર 1 રિટેંશન ફીસથી વધુ પૈસા મળ્યા. તેથી તેમને લાગે છે કે કદાચ પંત અને દિલ્હીની વચ્ચે થોડી અસહમતિ હતી, પણ મને લાગે છે કે  DC ચોક્કસ રૂપથી ઋષભ પંતને પરત પોતાની ટીમમાં લેવા માંગશે કારણ કે તેમને એક કપ્તાનની જરૂર છે. 

 
સુનીલ ગાવસ્કરે આ વીડિયોના સોશિયલ મીડિયા પર પોસ્ટ થવાના થોડી વાર પછી જ ઋષભ પંતનો રિપ્લાય આવ્યો. વીડિયોનો રિપ્લાય કરતા ઋષભ પંતે લખ્યુ કે તે આ ચોક્કસ રૂપે કહી શકે છે કે તેમનુ રિટેંશન પૈસાને લઈને નહોતુ. 
 
ઋષભ પંત IPLમાં પોતાની પહેલી સીજન એટલે કે 2016થી જ દિલ્હી કૈપિટલ્સ સાથે હતા. વર્ષ 2022માં રોડ અકસ્માતમાં ઘાયલ થયા બાદ પણ દિલ્હીની ટીમે તેમને પોતાની સાથે કાયમ રાખ્યા હતા. જો કે  IPL 2025 ના પહેલા દિલ્હીએ પંતને રિલીજ કરી દીધા. પોતાના કપ્તાન ઋષભ પંતને નજરઅંદાજ કરતા દિલ્હીએ અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટિસ્ટન સ્ટબ્સ અને અભિષ્કે પોરેલને રિટેન કર્યા હતા.