શનિવાર, 8 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (17:07 IST)

શુ મહેન્દ્ર સિંહ ધોની આજે સંન્યાસનું એલાન કરશે ? સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા

દિલ્હી. ટીમ ઈંડિયાના વિકેટ કીપર અને ભારતને વર્લ્ડ ટી20 અને વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ કપ્તાન એમએસ ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના છે. જેનો દાવો અમે નથી કરી રહ્યા પણ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય ગઈ છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ છે કે એમએસ ધોની આજે સાંજે સંન્યાસનુ એલાન કરી શકે છે. સોશિયલ મીડિયા પર લોકો ટ્વીટ કરી બતાવી રહ્યા છે કે એમએસ ધોની પોતાના સંન્યાસનુ એલાન આજે સાંજે 7 વાગ્યે પ્રેસ કૉન્ફ્રેંસ કરી શકે છે. 
 
કેમ લગાવાય રહી છે ધોનીના સંન્યાસની અટકળો ?
 
સોશિયલ મીડિયા પર ધોનીના સંન્યાસના સમાચાર ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીના ટ્વીટ પછી ફેલાઈ છે. વિરાટ કોહલીએ ગુરૂવારે પોતાના ટ્વિટર એકાઉંટ પરથી એક તસ્વીર ટ્વીટ કરી છે જેમા તેઓ ધોનીના સન્માનમાં નમેલા છે. તેમણે લખ્યુ, "આ મેચ હુ ક્યારેય નહી ભૂલી શકુ.. ખાસ રાત. આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટની જેમ ભગાવ્યો.'