1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (16:54 IST)

રવિન્દ્ર જાડેજાના પત્નીરીવાબાએ દિકરીના જન્મદિવસે 101 દિકરીઓના નામે રૂ. 11000 ખાતા દીઠ ડિપોઝીટ કરાવ્યા

reevaba
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના પત્ની રીવાબા જાડેજાએ પોતાની દિકરી નિધ્યાનાબાના જન્મદિવસને દિકરીઓને મદદ કરીને યાદગાર બનાવ્યો છે. રીવાબાએ દિકરી નિધ્યાનાબા ના જન્મદિવસે 101 દિકરીઓના નામે રૂ. 11000 ખાતા દીઠ ડિપોઝીટ કરાવ્યા. તેઓ દર વર્ષે પોતાના જન્મદિન પણ  સમાજ સેવાના કાર્યો કરતા હોય છે. ત્યારે જામનગરના રહેવાસી અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Rivaba Jadeja) ના પત્ની તેમજ શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાની દિકરીના જન્મદિવસ નિમિત્તે સમાજસેવાના નવતર પ્રયાસરૂપે 101 દીકરીઓના પોસ્ટ ઓફિસ જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવીને ખાતાદીઠ 11000 રૂપિયા જમા કરાવ્યા. 

 
રીવાબાના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉંડર રવિન્દ્ર જડેજાએ પોતાના પત્નીના ઉમ્દાકાર્યને બિરદાવતા ટ્વિટ કર્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયા હતા. 2016માં આઈપીએલ દરમિયાન બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. જાડેજાના પત્ની રીવાબા બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છે.