રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (18:08 IST)

ધોનીના રિટાયરમેંટ પર PM મોદીની ઈમોશનલ ચિઠ્ઠી, સેનામાં રોલની પણ કરી પ્રશંસા

ભારતને બે-બે વર્લ્ડ કપ જીતાવનારા પૂર્વ કપ્તાન મહેંદ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ ઈટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ. જ્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ પત્ર લખીને તેમની ઉપલબ્ધિઓના વખાણ કર્યા હતા. 
 
હવે મહેંદ્ર સિંહ ધોનીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ટ્વિટર પર આ માટે આભાર કહ્યુ છે. 
 
ધોનીએ ટ્વીટ કરતા લખ્યુ, એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રશંસાની કામના હોય છે. તેઓ ઈચ્છે છે કે તેમની મહેનત અને બલિદાનને બધા ધ્યાન આપે. આભાર પીએમ નરેન્દ્ર મોદીમ તમારી તરફથી મળેલી શુભકામનાઓ માટે." 
મોદીએ આ પહેલા લખ્યુ હતુ કે તમારી અંદર નવા ભારતની આત્મા ઝલકાય છે. જ્યા યુવાઓની નિયતિ તેમના પરિવારનુ નામ નક્કી નથી કરતી પણ તે પોતાનો ખુદનો મુકામ અને નામ મેળવે છે. 
 
ઉલ્લેખનીય છે કે 39 વર્ષીય ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી 350 વનડે, 90 ટ્સ્ટ અને 98 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં પહેલા ટી 20 વિશ્વકપ જીત્યો હતો ત્યારબાદ 2011માં 50 ઓવર વિશ્વકપ અને 2013માં ચેમ્પિયંસ ટ્રોફી જીતી હતી. ભારત સાથે જ 2010 અને 2016નો એશિયા કપ પણ ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો.