ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (12:38 IST)

માસ્ક મુદ્દે રવિન્દ્ર જાડેજા અને મહિલા પોલીસકર્મી વચ્ચે માથાકૂટ, મહિલા હેડ કોન્સ્ટેબલ તબિયત લથડી

ભારતીય ટીમના ઓલઆઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એક નવા વિવાદમાં ફસાય ગયા છે. સમાચાર છે કે રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રાજકોટમાં એક લેડી કોસ્ટેબલ સાથે માથાકૂટ કરી, જેમણે કથિત રૂપથી તેમને માસ્ક ન પહેર્યું હોવાથી અટકાવ્યા હતા. 
 
હેડ કોન્સ્ટેબલ સોનલ ગોસાઇ જે મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. તેમણે રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબાને રાત્રે લગભગ 9 વાગે કિસનપાડા ચોક પાસે રોક્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે લાઇસન્સ માંગ્યું અને તેમને માસ્ક ન પહેર્યું હોવાથી દંડ ભરવા માટે કહેવામાં આવ્યું તો બંને વચ્ચે તકરાર શરૂ થઇ ગઇ હતી.  સ્થળ પર ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલ સાથે રિવાબા જાડેજાને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર જાડેજાએ પોલીસને જણાવ્યું હતું કે પોલીસકર્મીએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. સૂત્રોના અનુસાર મહિલા કોન્સ્ટેબલને સ્ટ્રેસના કારણે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મોડી રાત્રે સારવાર બાદ મહિલા હેડ કોન્સ્ટેબલને ડિસર્ચાર્જ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હજુ સુધી મહિલા હેડ કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. તો બીજી તરફ પોલીસે પણ ક્રિકેટર પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ પણ વસુલ કર્યો નથી.
 
આ અંગે જ્યારે ડેપ્યુટી કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાથે વાત થઇ તો તેમણે કહ્યું કે 'જાડેજા અને કોન્સ્ટેબલ બંનેએ ખરાબ વર્તન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. સત્તાવાર રીતે બંનેમાંથી કોઇને ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સુધી મારી જાણકારી છે કે માસ્ક પહેરેલું હતું અને અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમની પત્નીએ માસ્ક પહેર્યું હતું કે નહી. 
 
સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબા કદાચ રવિન્દ્ર જાડેજાએ માસ્ક પહેર્યું હતું અને તેમની પત્નીએ માસ્ક પહેર્યું ન હતું અને સાથે જ તેમની કારમાં 2-3 લોકો પણ સવાર હતા.