શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (01:00 IST)

IND vs AFG: સુપર ઓવરમાં આવ્યું 3જી T20 નું પરિણામ, ભારતે અફઘાનિસ્તાનને કર્યું ક્લીન સ્વીપ

rohit sharma
- ભારતીય ટીમે અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ કર્યું 
- ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો
 
IND vs AFG ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને સુપર ઓવરમાં હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ મેચમાં કુલ બે સુપર ઓવર રમાઈ હતી. આ જીત સાથે ભારતીય ટીમે અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ   પણ કર્યું . ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ 3-0થી જીતી લીધી છે. સિરીઝની ત્રીજી મેચમાં રોહિત શર્મા જીતનો સૌથી મોટો હીરો રહ્યો હતો, જ્યારે રિંકુ સિંહે પણ જોરદાર ઇનિંગ રમી હતી. આ સીરીઝ જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
 
કેવી રહી મેચ?
બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 22 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને સંજુ સેમસન જેવા સ્ટાર બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ત્યાર બાદ ત્યાંથી રોહિત શર્મા અને રિંકુ સિંહે ઇનિંગ સંભાળી અને બંને ખેલાડીઓએ 5મી વિકેટ માટે અણનમ 190 રન જોડ્યા. આ સાથે ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. અંતે ટીમ ઈન્ડિયાએ સુપર ઓવરમાં આ મેચ જીતી લીધી હતી.

સુપર ઓવરનો ખેલ 
મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને સુપર ઓવરમાં એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પણ માત્ર 16 રન બનાવ્યા અને ફરી એકવાર મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. આ દરમિયાન રોહિત શર્માએ 4 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ પછી ફરીથી સુપર ઓવર રમાઈ હતી. જ્યાં ભારતે પ્રથમ બેટિંગ કરીને અફઘાનિસ્તાનને જીતવા માટે 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ એક રન બનાવી શકી અને તેણે સુપર ઓવરમાં પોતાની બંને વિકેટ ગુમાવી દીધી. તમને જણાવી દઈએ કે સુપર ઓવરમાં ટીમની માત્ર બે વિકેટ છે. આમ કરીને ટીમ ઈન્ડિયાએ આ રોમાંચક મેચ જીતી લીધી.