શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 21 જુલાઈ 2018 (11:30 IST)

મિત્રના લગ્નમાં સાક્ષી ધોનીનો ડાંસ વીડિયો થયો વાયરલ... તમે પણ જોશો તો જોતા જ રહેશો

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાક્ષી વર્તમાન દિવસોમાં બેસ્ટ ફ્રેંડ પૂર્ણા પટેલના લગ્ન અટેંડ કરવામાં વ્યસ્ત છે. આ દરામિયાન તેમનો એક ડાંસ વીડિયો ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે.  સાક્ષીએ પૂર્વાની બાકી મિત્રો સથે મળીને મેરે ખ્વાબો મે જો આયે ગીત પર ગ્રુપ ડાંસ કર્યો છે. 
 
આ ડાંસ માટે સાક્ષીએ ગ્રુપ રિહર્સલ પણ કર્યુ હતુ. સાક્ષીએ લહેંગા ડ્રેસ પહેર્યો છે. લગ્નના બધા ફંક્શનમાં સાક્ષી ભાગ લઈ રહી છે.  મેહંદી, હળદરથી લઈને સંગીત સુધી. સાક્ષી જ્યારથી ઈગ્લેંડથી પરત ફરી છે. તે લગ્નમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે સાક્ષી પણ ધોની સાથે ઈગ્લેંડમાં જ હતી અને ટી20 અને વનડે શ્રેણી ખતમ થયા પછી ઈંડિયા પરત ફરી. 
પૂર્ણાના લગ્ન નમિત સોની સાથે થઈ રહ્યા છે. બંનેની સગાઈ પહેલા થઈ ચુકી હતી અને બંને એકબીજાને લાંબા સમયથી જાણતા હતા. આ પહેલા સંગીત ફંક્શન દરમિયાન સાક્ષીની પુત્રી જીવાનો પણ ડાંસ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. સાક્ષીએ ડાંસ સમયે વ્હાઈટ જરીવાળી ચોલી પહેરી હતી.  સાક્ષી આ ઉપરાંત યે લડકા હે દિવાના ગીત પર પણ ગ્રુપ ડાંસ કર્યો.