બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 મે 2020 (13:06 IST)

શાહિદ આફ્રિદી બોલ્યા, બાયોપિકમાં ટૉમ ક્રૂઝ નિભાવે મારુ પાત્ર, પછી આ રીતે થયા Troll

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આફ્રિદીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, જો તેમના જીવન પર કોઈ ફિલ્મ બને છે, તો તે ફિલ્મમાં તેમનુ પાત્રના અભિનયની ભૂમિકા હોલીવુડના સુપરસ્ટાર ટોમ ક્રુઝ ભજવે.  આ નિવેદન બાદ આફ્રિદીની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.  ફૈન આફ્રિદીની મજાક ઉડાવતા કહી રહ્યા છે કે ફિલ્મમાં ટોમ ક્રુઝને લેવા માટે પાકિસ્તાન બે વાર વેચાય જશે. 
 
શાહિદ આફ્રિદીએ ટોમ ક્રૂઝ ઉપરાંત આમિર ખાનનું નામ પણ લીધું છે. આફ્રિદી કહે છે કે જો તેમના પર ઉર્દૂ ભાષામાં કોઈ ફિલ્મ બને છે, તો તેઓ ઈચ્છે છે કે એ  ફિલ્મમાં તેમની ભૂમિકા બોલીવુડ સ્ટાર આમિર ખાન ભજવે. 
 
'બૂમ બૂમ' તરીકે જાણીતા ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા છે. એક સમયે મેદાન પર પોતાની બેટિંગ અને બોલિંગ દ્વારા હાહાકાર મચાવનારા આફ્રિદી હવે પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.
 
શાહિદ આફ્રિદી એ પોતાના જીવન પર બનનારી ફિલ્મમાં ટોમ ક્રૂઝ અને આમિર ખાનને  લેવા અંગે ના તેમના નિવેદનની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે. શાહિદ આફ્રિદીને  ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે શાહિદ આફ્રિદીએ તાજેતરમાં ભારત, કાશ્મીર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કેટલીક વિવાદિત ટિપ્પણી કરી હતી. આફ્રિદીના આ નિવેદનો બાદ પણ સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આફ્રિદી વડા પ્રધાન મોદીની ટીકા કરતા જોવા મળ્યા હતા.
 
આફ્રિદીનો આ વીડિયો વાયરલ થયા પછી ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર, શિખર ધવન, હરભજન સિંહ અને યુવરાજ સિંહે તેમની  સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરી હતી. હરભજન અને યુવરાજે આફ્રિદી સાથેના બધા સંબંધો ખતમ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે હવે તેમની વચ્ચે કોઈ મિત્રતા નથી.