મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2020 (09:31 IST)

ભારત સામે ફિક્સિંગનો કેસ - ઉમર અકબલ પર 3 વર્ષનો પ્રતિંબંધ લાગ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ક્રિકેટર ઉમર અકમલ ઉપર ભ્રષ્ટાચારના આરોપ બદલ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. 
 
પીસીબીએ એક ટ્વીટ કરીને જાણ કરી હતી કે “ ઉમર અકમલ ઉપર નિવૃત્ત જસ્ટિસ ફૈઝલ-એ-મિરાન ચૌહાણની અધ્યક્ષતા હેઠળ બનેલી અનુશાસનાત્મક સમિતિએ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.”
 
ભારતના અંગ્રેજી અખબાર ધ હિંદુ પ્રમાણે અકમલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને ભારત સામે મૅચ નહીં રમવા માટે પૈસા ઑફર કરવામાં આવ્યા હતા.
 
તેમણે એમ પણ કહ્યું હતું કે બુકીઝ તરફથી તેમને બે બૉલ નહીં રમવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
 
જીયો ટીવીને આપેલા એક ઇન્ટર્વ્યુમાં અકમલે કહ્યું હતું કે, “મને એક વખત બે બૉલ ન રમવા માટે બે લાખ ડૉલરની ઑફર આપવામાં આવી હતી. મને ભારત સામે મૅચ નહીં રમવા માટે પણ પૈસા ઑફર કરવામાં આવી  હતી.”