શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :ગ્રેટર નોએડા , ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (13:07 IST)

સ્ટેડિયમમાં વ્યવસ્થા જોઈને અફગાનિસ્તાનના કોચને આવ્યો ગુસ્સો, અધિકારી બોલ્યા, અમે અહી ક્યારેય નહી આવીએ

અફગાનિસ્તાનની ટીમ ભારતમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ એક માત્ર ટેસ્ટ મેચ રમવા પહોચી છે. ગ્રેટર નોએડામાં બંને ટીમોની વચ્ચે આ મુકાબલો રમાવવાનો હતો પણ પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ટૉસ પણ ન થઈ શક્યો. શહીદ વિજય સિંહ પથિક રમત પરિસરમાં ખરાબ જળ નિકાસી, ભીની આઉટફીલ્ડ અને દયનીય  સુવિધાઓને કારણે સોમવારે અફગાનિસ્તાન અને ન્યુઝીલેંડ વચ્ચે ઐતિહાસિક એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા દિવસે એક પણ બોલ ફેક્યા વિના રદ્દ કરવામાં આવી. 

 
બંને દેશો વચ્ચે પહેલી ટેસ્ટની તૈયારી વરસાદથી પ્રભાવિત થઈ હતી અને ન્યુઝીલેંડ એકપણ પ્રેકટિસ સેશન સારી રીતે પૂર્ણ કરી શક્યુ નહોતુ.  રાત્રે ઝરમર ઝરમર વરસાદ ઉપરાંત સોમવારે દિવસભર વરસાદ પડયો ન હતો, પરંતુ આધુનિક  સુવિધાઓના અભાવે મેદાન તૈયાર કરવામાં બિનઅનુભવી ગ્રાઉન્ડસમેનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અમ્પાયરોએ આખો દિવસ દરમિયાન છ વખત તપાસ કરી. કેપ્ટન ટિમ સાઉથી, ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર અને રચિન રવિન્દ્ર સહિત ન્યૂઝીલેન્ડના ઘણા ખેલાડીઓ પણ મેદાનનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. પરંતુ મિડ-ઓન અને મિડ-વિકેટ ચિંતાનો વિષય જણાતો હતો જ્યારે 30-યાર્ડ સર્કલની અંદર પણ ઘણા પેચ હતા.
 
કોચ જોનાથન ટ્રૉટ ભડક્યા 
અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટ પણ ગ્રાઉન્ડસમેનના સંઘર્ષથી નાખુશ દેખાતા હતા. સુપર સ્પ્રિંકલર્સ પણ બપોરે 1 વાગ્યા પછી તૈનાત કરવામાં આવ્યા હતા. આખરે પ્રથમ દિવસે સાંજે 4 વાગે રદ્દ  કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 9 વાગ્યે ટોસનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને બાકીના ચાર દિવસમાં 98 ઓવરની હશે જે સવારે 10 વાગ્યાને બદલે 9.30 વાગ્યે શરૂ થશે.
 
મેદાન કર્મચારીઓએ અફગાનિસ્તાનના ટ્રેનિંગ સેશન માટે મેદાન સુકવવા માટે ટેબલ ફૈનનો ઉપયોગ કર્યો હતો. આધુનિક સુવિદ્યાઓની કમી મેદાનની બહાર સુધી ફેલાયેલી હતી. જેનાથી પિચની બહારના સંચાલન પર અસર પડી. આ સ્થળ પર મીડિયા માટે યોગ્ય સ્ટેન્ડ અને પ્રશંસકો માટે બેસવાની પર્યાપ્ત વ્યવસ્થા નહોતી. 
 
મીડિયાને પીવાના પાણીની કમી 
આ ઉપરાંત એક્રિડિટિડ મીડિયા માટે પાણીની કમી, વીજળીની આપૂર્તિ અને મહિલા શૌચાલય સુધીની કમી હતી. જેનાથી બધાને અનેક અસુવિધાઓનો સામનો કરવો પડ્યો. પ્રશંસકોને પણ જાણ નહોતી કે શુ થઈ રહ્યુ છે. કારણ કે ઘોષણા પ્રણાલીની કોઈ વ્યવસ્થા નહોતી.  સ્ટેડિયમ પ્રાધિકરણ અને અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)ની વચ્ચે ખરાબ સંચાર અને પૂર્ણ કુપ્રબંધન હતુ.