બ્રેકિંગ ન્યુઝ - કોહલીએ છોડશે ટી20ની કપ્તાની, રોહિતને મળી શકે છે કમાન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર પર આ અંગેની પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ ભારતીય ટીમની ટી 20 કેપ્ટનશિપ છોડી દેશે અને તેમના સ્થાને રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં આ અંગે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ બીસીસીઆઈના સચિવ જય શાહે આ બાબતોને બકવાસ ગણાવી હતી અને કહ્યું હતું કે વિરાટ ટીમ ઈન્ડિયાનું આગળ પણ નેતૃત્વ કરશે. જોકે, વિરાટ કોહલી વનડેમાં ભારતીય ટીમની આગેવાની ચાલુ રાખશે.
ટી 20 ઈંટરનેશનલમાં વિરાટની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 45 મેચ રમી છે, જેમાંથી ટીમ 29 માં જીતી છે, જ્યારે ટીમને 14 માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કે બે મેચોનું પરિણામ આવ્યું નહોતુ. ટી 20 ઈંટરનેશનલમાં પ્રથમ વખત વિરાટની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા આઈસીસીની કોઈ ઈવેન્ટ રમવા ઉતરશે. એટલે કે, કુલ મળીને ટી -20 માં વિરાટનો કેપ્ટનશિપનો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. આવી સ્થિતિમાં, ભારતીય કેપ્ટનનો આ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કોઈના પણ ગળે ઉતરી રહ્યો નથી.