મહિલા T20 વર્લ્ડ કપ 2024 - ન્યૂઝીલેન્ડની જીતમાં આ ખેલાડી રહી મોટી સ્ટાર, માત્ર 24 વર્ષની ઉંમરે જીત્યો T20 વર્લ્ડ કપ
Melie Kerr_image Soruce_twitter
મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમનો વિજય થયો હતો. ફાઈનલ મેચ 32 રને જીતી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં તેની ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. જો કે, આ સમયગાળા દરમિયાન એક એવો ખેલાડી હતો જેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ મેચમાં પણ આ ખેલાડીએ પોતાની તાકાત બતાવી અને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ એમેલિયા કેર છે.
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને 129 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 120 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી અમેલિયા કેરે 43 રન બનાવ્યા અને 3 વિકેટ પણ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યી હતી.
કેર ઉપરાંત ન્યુઝીલેન્ડ તરફથી બ્રુક હેલીડેએ 38 અને સુઝી બેટ્સે 32 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી નોનકુલુલેકો મ્લાબાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક અને અયાબોંગા ખાકાને 1-1 વિકેટ મળી હતી.
ટાર્ગેટ ચેઝ કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન લૌરા વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સે પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. પરંતુ, આ ભાગીદારી તૂટતાની સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. વોલ્વાર્ડ ટીમનો ટોપ સ્કોરર હતો. તેણે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી એમેલિયા કેર અને રોઝમેરી મેરે 3-3 વિકેટ લીધી હતી. બ્રુક હેલિડે, એડન કાર્સન અને ફ્રેન જોનાસને 1-1 વિકેટ મળી હતી.