શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (00:40 IST)

Crime News - નાસ્તામાં મીઠુ વધારે પડી ગયુ તો પતિએ પત્નીની કરી હત્યા

મુંબઈમાં (Murder in Mumbai)એક પતિએ ભોજનમાં મીઠું વધુ પડી જવાથી  ગુસ્સામાં પત્નીની હત્યા કરી નાખી. બેંક ઓફ મહારાષ્ટ્રના કોમ્પ્યુટર ઓપરેટરપરેટર નિકેશ ઘાગ (46)ની તેની પત્ની નિર્મલા (40)ની નાસ્તામાં વધુ મીઠું નાખવાને કારણે કરવામાં આવેલી હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેનો 12 વર્ષનો પુત્ર ચિન્મય આ હત્યાકાંડનો પ્રત્યક્ષદર્શી છે.
 
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર મિલિંદ દેસાઈએ જણાવ્યું કે આરોપીએ પહેલા બેડરૂમમાં તેની પત્ની નિર્મલાનું હાથ વડે ગળું દબાવ્યું અને બાદમાં કપડા લટકાવવા માટે વપરાતા નાયલોનની દોરડી નીચે ખેંચીને તે ચોક્કસ મરી જાય એ માટે ફરીથી તેનુ ગળુ દબાવ્યુ. આ અંગે 12 વર્ષના બાળક ચિન્મયે પોલીસને જાણ કરી હતી.
 
આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા નિકેશને સાબુદાણાની ખીચડી પીરસીને બેડરૂમમાં ગઈ. થોડા સમય પછી નિકેશ તેની પાછળ આવ્યો અને તેને મારવાનું શરૂ કર્યું, જ્યારે ચિન્મયે તેના પિતાને માતાને છોડી દેવાની વિનંતી કરી. પોલીસને આપેલા નિવેદનમાં, બાળકે કહ્યું કે તેની માતાએ લડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પિતાએ તેને દબાવી દીધી. 
 
પોલીસે જણાવ્યું કે આરોપી પતિના ગયા બાદ મહિલા જમીન પર પડી હતી. આ પછી બાળકે તેના દાદી અને મામા પ્રભાકર ગુરવને બોલાવ્યા. મૃતક મહિલાના ભાઈ ગુરવે પોલીસને જણાવ્યું કે તેની બહેન અને ભાભી વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ઘરેલું મુદ્દાને લઈને ઝઘડો ચાલતો હતો. તે નિર્મલાને ઓટો દ્વારા પંડિત ભીમસેન જોશી સિવિલ હોસ્પિટલ લઈ ગયો, જ્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી.
 
દરમિયાન બીજા દિવસે આરોપી નિકેશ ઘાગ પોતે નવઘર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરજ પરની પોલીસને હત્યા અંગે જાણ કરી હતી. પોલીસ ઘાગને લઈને ફ્લેટ પર પહોંચી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે શુક્રવારે ઉપવાસ કરી રહ્યો હતો અને તેણે નાસ્તામાં મીઠું વધારે લાગ્યુ હતું. આ પછી તેણે આ અંગે નિર્મલાની પૂછપરછ કરી અને લડાઈ વધી ગઈ.
 
પોલીસે જણાવ્યું હતું કે, અમે IPCની કલમ 302 હેઠળ હત્યાના આરોપમાં આરોપી નિકેશ ઘાગની ધરપકડ કરી છે અને જ્યારે થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.