ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 એપ્રિલ 2022 (10:46 IST)

મહેસાણા: મૂકબધિર મહિલા પર સામૂહિક દુષ્કર્મ

મૂકબધિર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.  ઉંઝા નજીક આવેલી ઝુંપડીમાં ફુગ્ગા વેચતા શ્રમિકની પત્ની સાથે ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. 
 
મહેસાણાના ઊંઝા નજીક સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશિતમાં આવી છે. જેમાં એક મૂક બધિર મહિલાને ચાર શખ્સો માર મારી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની જાણ જ્યારે મહિલાના 5 વર્ષના બાળકને થતાં તેણે સમગ્ર ઘટના ફુગ્ગા વેચતા પિતાને કરી હતી. જેથી મહિલાનો પતિ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.  4 શખ્સો મહિલાના પતિને જોઈ જતાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.