1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (11:14 IST)

અમદાવાદમાં વિકૃત માનસિકતા ધરાવતો યુવક પરિણિતાનો હાથ પકડી ઘરમાં ખેંચી ગયો

જાહેરમાં છેડતીના બનાવો વધતાં મહિલાઓની સુરક્ષા જોખામાઇ રહી છે. કૃષ્ણનગરમાં પડોશી યુવકે મહિલા સામે પેન્ટની ચેઇન ખોલીને બિભત્સ ચેનચાળા કર્યા હતા. એટલું જ નહી મહિલા કહેવા માટે ગઇ તો વિકૃત માનસિકતા ધરાવતા યુવકે મહિલાનો હાથ  પકડીને છેડતી કરી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કેસની વિગત એવી છે કે  કૃષ્ણનગર  વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરિણિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે શનિવારે સાંજે ચાર વાગે ઘરમાં ઘરકામ કરતી હતી આ સમયે પડોશમાં રહેતો યુવક પરિણિતાને સામે જોઇને પેઇન્ટની ચેઇન ખોલીને બિભત્સ ઇશારા કરતો હતો.જેથી મહિલા તેના ઘરે કહેવા જતાં તે લાજવાના બદલે ગાજ્યો હતો અને ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને મહિલાનો હાથ પકડીને ઘરમાં ખેંચી જવાની કોશિષ કરીને છેડતી કરી હતી. જેથી મહિલાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને છોડાવી હતી. હોબાળો મચતાં આરોપી નાસી ગયો હતો, મહિલાએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતાં કૃષ્ણનગર પોલીસ આવી પહોચી હતી મહિલાએ આરોપી સામે ફરિયાદ કરતા પોલીસે તેની સામે  ગુનો નોંધી  ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે  મહિના પહેેલા સરદાનગર વિસ્તારમાં રહેતી અને કોલેજમાં  અભ્યાસ કરતી૨૬ વર્ષીય યુવતીને  પડોશમાં રહેતો યુવક છ મહિનાથી પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો,   વહેલી સવારે  યુવતી  કોલેજ જવા માટે નીકળી હતી આ સમયે તેની બહેનપણી સાથે જતી હતી ત્યારે પડોશમાં રહેતા યુવકે આવીને તેણીની રોકીને ચોકલેટ આપી હતી. યુવતીએ ચોકલેટ લેવાનો ઇન્કાર કરતાં ગાળો બોલીને યુવક જતો રહ્યો હતો. એટલું જ નહી યુવતીના  માતા-પિતા યુવકના ઘરે ગયા હતા અને છેડતી બાબતે વાત કરી હતી. જેથી યુવકના ચાર ભાઇ ઉશ્કેરાઇ ગયા હતા ગાળો બોલીને તમે જો પોલીસમાં ફરિયાદ કરશો તો તમારા પરિવારને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.