રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (09:38 IST)

અમદાવાદના વાડજમાં પત્નીએ પડોશણને ઘરમાં બોલાવીને પતિ પાસે જ દુષ્કર્મ કરાવડાવ્યું

વાડજમાં પત્નીએ જ તેની પડોશણને ઘરમાં બોલાવી પતિ પાસે જ દુષ્કર્મ કરાવડાવ્યું હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દુષ્કર્મ બાદ દંપતીએ પડોશણને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. નવા વાડજમાં રહેતી અંકિતા (ઉં.20) પતિ અને 2 વર્ષના દીકરા સાથે રહે છે. અંકિતાનો પતિ મ્યુનિ.ની કચરાની ગાડી ચલાવે છે. જ્યારે તેમનો સુપરવાઇઝર નીરવ તેમની બાજુમાં જ રહે છે. 11 સપ્ટેમ્બરે સવારે 4 વાગ્યે અંકિતાનો પતિ નોકરીએ ગયો હતો ત્યારે સૌનકની પત્ની અંકિતાના ઘરે આવી હતી અને ‘ઘરે કામ છે’ કહી અંકિતાને બોલાવી હતી. જોકે સપના તેમના ઘરે ગઈ ત્યારે સૌનકે તેને બાથ ભીડી લીધી હતી. સૌનકની આ હરકતથી હતપ્રત અંકિતાએ બુમાબુમ કરતા સૌનકની પત્નીએ ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યાર બાદ સૌનકે અંકિતાને 3 કલાક સુધી રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ કર્યં હતું. જોકે અંકિતાએ બુમાબુમ કરતા તેમના દીકરાને મારી નાખવાની તેમ જ તેના પતિને નોકરીમાં કઢાવી મૂકવાની ધમકી આપી હતી તેમ છતાં સપનાએ પતિને વાત કરી હતી. આથી સપના અને તેમના પતિ સૌનક સાથે વાત કરવા જતા સૌનક અને તેની પત્નીએ સમાજના લોકોને ભેગા કરીને અંકિતા અને તેમના પતિને મારઝૂડ કરીને ત્યાંથી કાઢી મૂક્યા હતા. આથી તેઓ વતન દાહોદ જતા રહ્યા હતા. જોકે ત્યાં પણ પોલીસ ફરિયાદ નહીં કરવા માટે સગાંસંબંધી અંકિતાને ધમકી આપતા હતા. આથી આ અંગે અંકિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.