રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (14:14 IST)

લિવમાં રહી રહ્યો હતો યુવક, મહિલાના પતિને સામે જોતા હોંશ ઉડ્યા અને પાંચમા માળેથી કૂદી ગયો

રાજસ્થાન જયપુરના પ્રતાપનગર થાના ક્ષેત્રમાં એક પરિણીતીની સાથે લિવ ઈનમાં રહેતા એક યુવકે રવિવારે મહિલાના પતિને જોઈ અપાર્ટમેંટના પાંચમા માળેથી કૂદી ગયો અને સારવાર દર્મિયાન તેની મોત થઈ હકીકતમાં રવિવારે મહિલાનો પતિ તેને શોધતા અપાર્ટમેંત સુધી પહોંચી ગયો હતો અને જેમ જ મહિલાની સાથે લિવ ઈનમાં રહેતા યુવજકને જોયુ તો તેણે તેમના અપાર્ટમેંટના પાંચમા માળેથી કૂદી ગયો. આ દરમિયાન યુવકને ખૂબ ઈજા થઈ અને તેને તરત હોસ્પીટલ લઈ જવામાં આવ્યુ. 
 
નૈનીતાલથી ભાગ્યા બાદ મહિલા લિવ-ઈનમાં રહેતી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ઘાયલ વ્યક્તિને જયપુરની સવાઈમાન સિંહ હોસ્પિટલમાં લઈ ગઈ પરંતુ સોમવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. એસએચઓ બલવીર સિંહે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં રહેતો આઝમ ઉફ મોહસીન (29) એક એપાર્ટમેન્ટના પાંચમા માળે ભાડાના મકાનમાં એક મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. બીજી તરફ, મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા ન હતા જે બે વર્ષ પહેલા નૈનીતાલથી તેની પાંચ વર્ષની સગીર પુત્રી સાથે તેના પતિને છોડીને આવી ગઈ હતી. 
 
પતિ શોધી રહ્યો હતો
મહિલા ભાગી ગઈ હોવાથી પતિ તેને સતત શોધી રહ્યો હતો અને મહિલા જયપુરમાં હોવાની જાણ પતિને થતાં જ તે અહીં પહોંચી ગયો હતો. એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં રહેતા તેના પ્રેમીએ મહિલાના પતિને બારીમાંથી જોયો કે તરત જ તે પાછળની બાલ્કનીમાં કૂદી ગયો હતો. આ જોઈ મહિલાનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. મહિલા ગંભીર રીતે ઘાયલ મોહસીનને હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં સોમવારે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.