મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Updated : ગુરુવાર, 15 જૂન 2023 (10:57 IST)

ગાંધીધામ બસ સ્ટેશન સીલ કરાયુ, 69 ટ્રેનો રદ

બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છની આર્થિક પાટનગરી કહેવાતા ગાંધીધામની સ્પીડને બેક લગાવાઈ છે. આજે વાવાઝોડાના લેંડ્ફોલના થવાની સંભાવના છે. ત્યારે ગાંધીધામ બસા સ્ટેશના જર્જિત થવાથી તેને સીલ કરવામાં આવ્યુ છે. 
 
બિપરજોયને કારણે 69 ટ્રેનો રદ
 
પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ માહિતી આપી છે કે ચક્રવાત બિપરજોયના પગલે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 33 ટ્રેનોને ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે, જ્યારે 27 ટ્રેનોને ટૂંકા ગાળા માટે શરૂ કરવામાં આવી છે.
 
ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી તમામ ટ્રેનો રદ્દ થતા શુન્યવત શાંત થઈ ગયુ છે. આવી જ રીતે કંડલા એરપોર્ટએ પણ 14-15 જૂનના તેની ફ્લાઈટ રદ્દ કરીને ગતિવિધિને ઠપ્પા કરાઈ હોવાનુ જાહેર કર્યુ છે.  દિન દયાલ પોર્ટ ઓથોરિટી,  કંડલા પોર્ટે તો બે દિવસથી બધા જહાજોને રવાના કરી કામગીરી ઠ્પ્પ કરી દીધી છે. 
Edited By -Monica sahu