Bhai beej 2023: 15 નવેમ્બરે ઉજવાશે ભાઈબીજ જાણો શુભ મુહુર્ત
Bhai beej 2023: કાર્તિક મહીનાની દિવાળી પછી શુક્લ પક્ષની દ્વીતિયા તિથિને ભાઈ બીજ ઉજવાશે. આ દિવસે યમ દ્વિતીયા અને ચિત્રગુપ્ત પૂજા પણ હોય છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ભાઈ બીજ
આ વર્ષે કારતક મહિનામાં દિવાળી પછી શુક્લ પક્ષની બીજી તિથિ 14 નવેમ્બરના રોજ બપોરે 2:36 વાગ્યાથી 15 નવેમ્બરના રોજ બપોરે 1:47 વાગ્યા સુધી છે. ઉદય તિથિ અનુસાર 14 નવેમ્બરના રોજ ભાઈબીજ ઉજવવામાં આવશે.
ભાઈબીજના દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક કરે છે. તિલક કરતી વખતે ભાઈનું મુખ ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ તરફ હોવું જોઈએ. આ દિવસે ભાઈને રોલીને બદલે અષ્ટગંધથી તિલક કરવું જોઈએ. બહેનોએ સાંજે દક્ષિણમુખી દીવો પ્રગટાવવો જોઈએ. તે ભાઈ માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે કમળની પૂજા કરવાની અને નદી સ્નાન ખાસ કરીને યમુના સ્નાન કરવાની પણ પરંપરા છે.