સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (13:06 IST)

Diwali Celebrations: એ સ્થાન જ્યા તમે 500 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં ફરવાનો ઉઠાવી શકો છો આનંદ

aksharadham delhi
Diwali Celebrations: જો તમે દિલ્હી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેટલાક જાણીતા સ્થાન વિશે બતાવી રહ્યા છે. તમે આ સ્થાન પર સસ્તામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આવો જાણો એ જગ્યાઓ વિશે. 
  
અક્ષરધામ મંદિર - અક્ષરધામ મંદિર દિલ્હીના સૌથી પ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. તેનું આર્કિટેક્ચર ખૂબ જ પ્રભાવશાળી છે. જો તમે અહીં જઈ રહ્યા હોવ તો 3D લાઈટ શો જોવાનું ભૂલશો નહીં. અહીં ટિકિટની કિંમત વધુમાં વધુ 200 રૂપિયા સુધી આવશે.
guru dwara delhi
બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા  - તમે બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા જઈ શકો છો. અહી રોજ દેશ વિદેશના લોકો આવે છે. રોજ હજારોની સંખ્યામાં અહી લંગર પીરસવામાં આવે છે. આ ગુરૂદ્વારા સંસ્કૃતિ અને ઉદારતાનુ પ્રતિક છે. બાંગ્લા સાહિબમાં તમારે ફક્ત તમારી શ્રદ્ધા મુજબ પ્રસાદ ખરીદવાની જરૂર પડે છે. 
 
ચાંદની ચૌક સ્ટ્રીટ ફુડ - ચાંદની ચૌકનુ સ્ટ્રીટ ફુડ ચાખ્યા વગર દિલ્હી દર્શન અધુરુ છે. અહીં તમારે પરાઠા વાલી ગલીમાં પરાઠા ખાવા જ જોઈએ. આ સિવાય તમે અહીં અન્ય ઘણા સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી શકો છો. તમે અહીં 150 થી 200 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકો છો
lodhi garden
લોધી ગાર્ડન - જો તમે ભીડથી દૂર શાંતિમાં થોડી ક્ષણો વિતાવવા માંગતા હોય તો તમે લોધી ગાર્ડન જઈ શકો છો. કુદરતની ગોદમાં વસેલા આ સ્થાન પર તમે તાજી હવામાં થોડી ક્ષણો આરામથી વિતાવી શકશો. અહીં એન્ટ્રી ટિકિટ ખૂબ સસ્તી છે.