શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

દિવાળી પર 27 વર્ષ પછી બનશે મહાસંયોગ.. ધનથી ભરી લો તમારુ ઘર

વર્ષભરમાં પડનારા તહેવારોમાંથી દિવાળી એક એવો તહેવાર છે જ્યારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવુ સહેલુ હોય છે. વર્ષ 2017ની દિવાળી પર મહાસંયોગ બની રહ્યો છે. 27 વર્ષ પછી અમાસ તિથિ ગુરૂવાર અને ચિત્રા નક્ષત્રનુ મિલન થશે.  તે ઉપરાંત ચતુર્ગ્રહી યોગનો સંયોગ 12 વર્ષ પછી બનશે. જ્યોતિષ વિદ્વાન કહે છે આ સંયોગમાં ખરીદી કરવુ શુભ્રતા લાવે છે. આ વર્ષ પછી આ યોગ ફરીથી ચાર વર્ષ પછી 2021 માં બનશે. 
 
ગુરૂવારના દિવસે ઘરેણા જમીન વાહન ખરીદવુ સારુ માનવામાં આવે છે. દિવાળી પર સવારે 7.18 મિનિટ સુધી હસ્ત નક્ષત્ર રહેશે. ત્યારબદ ચિત્રા નક્ષત્ર લાગી જશે. જે 20 ઓક્ટોબરની સવારે 8.30 સુધી રહેશે.  આ દિવસે ચાર ગ્રહ સૂર્ય, ચંદ્રમા, બુધ અને બૃહસ્પતિ તુલા રાશિમાં રહેશે.  તેમની સ્થિતિમાં પણ પરિવર્તન થશે... તેમનો વાસ એક જ રાશિમાં રહેશે.  આ શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન કરવાથી ધનથી ભરાશે તમારુ ઘર... 
 
દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધીનો રહેશે. આ કાળમાં લક્ષ્મી પૂજનનું સૌથી શુભ મુહુર્ત છે.