પાવી જેતપુરમાં રાહુલ ગાંધી, મોદી સરકાર ગુજરાત માટે કંઈ નથી બોલતા

rahul in jetpur
Last Modified શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (15:04 IST)

ગુજરાત વિધાનસભાનો પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર શાંત થયો અને બીજા તબક્કાનો  પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આજે દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ખાસ હાજર રહ્યા હતા. અને રાહુલ ગાંધીએ જંગી સભાને સંબોધન કર્યુ હતુ.  રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, મોદી ચૂંટણી સભાઓમાં વિદેશની વાતો કરે છે પરંતુ ગુજરાતના ભવિષ્ય માટે એક શબ્દ પણ બોલ્યા નથી.

કોંગ્રેસે છેલ્લા 6 મહિનામાં દરેક સમાજ સાથે વાત કરીને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. ભાજપ તમારા માટે શું કરવા માંગે છે તે જાહેર કર્યુ નથી, ભાજપે મેનિસ્ટો જાહેર કર્યો નથી  મોદી ગુજરાતના આદિવાસીઓ અને ખેડૂતો માટે કંઇ કહેતા નથી. હું ખેડૂતો, મજૂરો અને આદિવાસીઓને મળ્યો છું, મોદી પોતાના મનની વાત કરે છે, અમે તમારા મનની વાત કરીએ છીએ. ભાજપ સરકારે તમારી પાસેથી સાડા છ લાખ એકર જમીન છીનવી લીધી છે અને યોગ્ય વળતર આપ્યુ નથી. યુપીએ સરકારે મનરેગા યોજનામાં 33 હજાર કરોડ રૂપિયા નાંખ્યા હતા 33 હજાર કરોડ મોદી સરકારે નેનો કંપનીને આપ્યા હતા. ગુજરાતના આદિવાસીઓમાં શું કમી છે કે, તમને વીજળી નથી મળતી પણ ટાટા નેનોને 24 કલાક વીજળી મળે છે. તમે રસ્તાઓ પર ક્યાં ટાટા નેનો જોવા મળે છે ખરી
 
 
 


આ પણ વાંચો :