ગુજરાત ચૂંટણી પહેલા કૉંગ્રેસને 2 દિવસમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઝાલોદના કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
ગુજરાત ચૂંટણી પહેલા કૉંગ્રેસને 2 દિવસમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઝાલોદના કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
તેમના ભાજપમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી છે. આ પહેલા કૉંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને ભગવાન બરાડ પક્ષમાંથી રાજીનામું આપી ચૂક્યા છે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બુધવારે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં લગભગ 100 નામને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની સમગ્ર 89 બેઠકો પર ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે ભાજપ ગુજરાતની પ્રથમ સૂચી જાહેર કરશે.
ગુજરાતમાં વર્તમાનમાં કૂલ 4.90 કરોડ મતદાતા છે, જેમાં 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. 3.24 લાખ નવા મતદાતા છે. મતદાન માટે કૂલ 51, 782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, 182 મૉડલ પુલિંગબુથ હશે. 50 ટકા મતદાન કેન્દ્રોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. 33 પુલિંગબુથ પર યુવા પુલિંગ ટીમ હશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતમાં કૂલ 182 બેઠક છે અને બહુમતીનો આંકડો 92 છે. 182માંથી 13 વિધાનસભા ક્ષેત્ર અનુસૂચિત જાતીના ઉમેદવારો માટે અનામત છે, તથા 27 વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે