રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : શુક્રવાર, 18 નવેમ્બર 2022 (09:43 IST)

નવસારી બેઠક પરથી રાજકોટ જેલનો કેદી અપક્ષમાંથી ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ઉમેદવારી નોંધાવવાની તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો જાહેર થઇ જતા જ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો ઉમેદવારી નોંધાવવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતની નવસારી બેઠક પરથી ઉમેદવારને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

નવસારી બેઠક પરથી રાજકોટ જેલમાંથી કેદી ઉમેદવાર બન્યો છે. રાજકોટની જેલમાં રહેલા પાસાના આરોપીએ નવસારી બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. કેદીએ કલેક્ટરની મંજૂરી લઈ પોતાના વકીલ દ્વારા અપક્ષ માટેનું ફોર્મ ભર્યું છે. આથી, હવે નવસારી બેઠક પરથી એક કેદી અપક્ષ ચૂંટણી લડશે.રાજકોટ જિલ્લામાં કુલ 65 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં કુલ 8 ઉમેદવારો મેદાને છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો મેદાને છે. જસદણ બેઠક પર 6 ઉમેદવારો અને ગોંડલ બેઠક પર 4 ઉમેદવારો છે. જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો અને ધોરાજી વિધાનસભા બેઠક પર કુલ 7 ઉમેદવારો મેદાને છે.