શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 નવેમ્બર 2022 (13:25 IST)

ભાજપે ગુજરાત ચૂંટણી માટે 160 ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોણા પત્તા કપાયા અને કોણે મળી ટિકિટ

gujarat election
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના વર્તમાન સરકારના નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. હાર્દિક પટેલ તથા કૉંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે (ભાજપ) વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે 2017ની સરખામણીમાં 38 બેઠકો પર નવા ઉમેદવારો ઉતાર્યા છે. કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
 
આ ઉપરાંત કૉંગ્રેસના હર્ષદ રિબડિયા જે 15 દિવસ અગાઉ જ ભાજપમાં જાેડાયા હતા તેમને વિસાવદર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે.
 
મોરબી પુલ દુર્ઘટના દરમિયાન પીડિતોને બચાવવાની જેમની કામગીરીના વીડિયો વાઇરલ થયા હતા, તે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ભાજપે મોરબીથી તેના વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી બ્રિજેશ મેરજાને સ્થાને ફરી એકવાર ટિકિટ આપી છે.
 
અબડાસા - પ્રદ્યુમ્નસિંહ જાડેજા
માંડવી - અનિરુદ્ધ દવે
અંજાર - ત્રિકમ છાંગા
ભુજ - કેશુભાઈ પટેલ
ગાંધીધામ (એસસી) - માલતી મહેશ્વરી
રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા
દસાડા - પરષોત્તમ પરમાર
લિંબડી- કિરિટસિંહ રાણા
વઢવાણ - જિજ્ઞા પંડ્યા
ચોટિલા - શામજી ચૌહાણ
ધાંગધ્રા - પ્રકાશ વરમોરા
મોરબી - કાંતિલાલ અમૃતિયા
ટંકારા - દુર્લભજી દેથરિયા
વાંકાનેર - જિતેન્દ્રભાઈ સોમાણી
રાજકોટ પૂર્વ - ઉદય કાંગડ
રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા
રાજકોટ ગ્રામ્ય - ભાનુ બાબરિયા
જસદણ - કુંવરજી બાવળિયા
ગોંડલ - ગીતાબા જાડેજા
જેતપુર - જયેશ રાદડિયા
કાલાવડ (એસસી) - મેઘજી ચાવડા
જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ
જામનગર ઉત્તર - રિવાબા જાડેજા
જામનગર દક્ષિણ - દિવ્યેશ અકબરી
જામજોધપુર - ચિમન સાપરિયા
દ્વારકા - પબુભા માણેક
પોરબંદર - બાબુભાઈ બોખિરિયા
માણાવદર -જવાહર ચાવડા
જુનાગઢ - સંજય કોરડિયા
વિસાવદર - હર્ષદ રિબડિયા
કેશોદ - દેવાભાઈ માલમ
માંગરોળ - ભગવાનજી કરગઠિયા
સોમનાથ - માનસિંહ પરમાર
તાલાલા - ભગવાન બારડ
કોડિનાર (એસસી) - પ્રદ્યુમ્ન વાજા
ઉના - કાળુ રાઠોડ (કે. સી. રાઠોડ)
ધારી - જયસુખ કાકડિયા
અમરેલી - કૌશિક વેકરિયા
લાઠી - જનક તલાવિયા
સાવરકુંડલા - મહેશ કસવાલા
રાજુલા - હિરાભાઈ સોલંકી
મહુઆ - શિવાભાઈ ગોહિલ
તળાજા - ગૌતમ ચૌહાણ
ગારિયાધાર - કેશુભાઈ નાકરાણી
પાલિતાણા - ભીખાભાઈ બારૈયા
ભાવનગર ગ્રામ્ય - પરષોત્તમ સોલંકી
ભાવનગર પશ્ચિમ - જિતેન્દ્ર વાઘાણી (જીતુ વાઘાણી)
ગઢડા (એસસી) - શંભુ પ્રસાદ ટુંડિયા
બોટાદ - ઘનશ્યામ વિરાણી
નાંદોદ - દર્શના દેશમુખ વસાવા
જંબુસર - દેવકિશોરજી સાધુ (ડીકે સ્વામી)
વાગરા - અરુણસિંહ રાણા
ઝઘડિયા (એસટી) - રિતેષ વસાવા
ભરૂચ - રમેશ મિસ્ત્રી
અંકલેશ્વર - ઇશ્વરસિંહ પટેલ
ઓલપાડ - મુકેશ પટેલ
માંગરોળ (એસટી) - ગણપત વસાવા
માંડવી (એસટી) - કુંવરજી હળપતિ
કામરેજ - પ્રફુલ પાનસેરિયા
સુરત પૂર્વ - અરવિંદ રાણા
સુરત ઉત્તર - કાંતિભાઈ બલ્લર
વરાછા - કિશોર (કુમાર) કાનાણી
કરંજ - પ્રવીણ ઘોઘારી
લિંબાયત - સંગીતા પાટીલ
ઉધના - મનુભાઈ પટેલ
મજૂરા - હર્ષ સંઘવી
કતારગામ - વિનોદ મોરડિયા
સુરત પશ્ચિમ - પૂર્ણેશ મોદી
બારડોલી (એસસી) - ઇશ્વર પરમાર
મહુવા (એસટી) - મોહનભાઈ ઢોડિયા
વ્યારા (એસટી) - મોહનભાઈ કોંકણી
નિઝર (એસટી ) - ડૉ. જયરામ ગામિત
ડાંગ (એસટી) - વિજય પટેલ
જલાલપુર - રમેશ પટેલ
નવસારી - રાકેશ દેસાઈ
ગણદેવી (એસટી) - નરેશ પટેલ
વાંસદા (એસટી) - પિયુષ પટેલ
ધરમપુર (એસટી) -અરવિંદ પટેલ
વલસાડ - ભરત પટેલ
પારડી - કનુભાઈ દેસાઈ
કપરાડા (એસટી) - જિતુભાઈ ચૌધરી
ઉમરગામ (એસટી) - રમણ પાટકર
વાવ -સ્વરૂપજી ઠાકોર
થરાદ -શંકર ચૌધરી
ધાનેરા - ભગવાનજી ચૌધરી
દાંતા (એસટી) - લધુભાઈ પારઘી
વડગામ (એસસી) - મણીભાઈ વાઘેલા
પાલનપુર - અનિકેત ઠાકર
ડિસા - પ્રવીણ માળી
દિયોદર - કેશાજી ચૌહાણ
કાંકરેજ - કિર્તિસિંહ વાઘેલા
ચાણસ્મા - દિલિપ ઠાકોર
સિદ્ધપુર - બલવંતસિંહ રાજપુત
ઉંઝા - કિરિટ પટેલ
વિસનગર -ઋષિકેશ પટેલ
બેચરાજી - સુખાજી ઠાકોર
કડી (એસસી) - કરસન સોલંકી
મહેસાણા - મુકેશ પટેલ
વિજાપુર - રમણ પટેલ
ઇડર (એસસી) - રમણલાલ વોરા
ખેડબ્રહ્મા (એસટી) - અશ્વિન કોટવાળ
ભિલોડા (એસટી) - પૂનમચંદ બરંડા
મોડાસા - ભીખુભાઈ પરમાર
બાયડ - ભીખીબેન પરમાર
પ્રાંતિજ - ગજેન્દ્રસિંહ પરમાર
દહેગામ - બલરાજસિંહ ચૌહાણ
વીરમગામ - હાર્દિક પટેલ
સાણંદ - કનુભાઈ પટેલ
વેજલપુર - અમિત ઠાકર
એલિસબ્રિજ - અમિત શાહ
નારણ પુરા - જિતેન્દ્રભાઈ પટેલ
ઘાટલોડિયા - ભૂપેન્દ્ર પટેલ
નિકોલ - જગદિશ વિશ્વકર્મા
નરોડા - ડૉ. પાયલ કુકરાણી
ઠક્કરબાપા નગર - કંચનબહેન રાદડિયા
બાપુનગર - દિનેશસિંહ કુશવાહા
અમરાઈવાડી - ડૉ. હસમુખ પટેલ
દરિયાપુર - કૌશિક જૈન
જમાલપુર-ખાડિયા - ભૂષણ ભટ્ટ
મણીનગર - અમુલ ભટ્ટ
દાણીલીમડા (એસસી) - નરેશ વ્યાસ
સાબરમતી - ડૉ. હર્ષદ પટેલ
અસારવા (એસસી) - દર્શના વાઘેલા
દશક્રોઈ - બાબુભાઈ જમનાદાસ પટેલ
ધોળકા - કિરિટસિંહ ડાભી
ધંધુકા - કાળુભાઈ ડાભી
ખંભાત - મહેશ રાવલ
બોરસદ - રમણભાઈ સોલંકી
આંકલાવ - ગુલાબસિંહ પઢિયાર
ઉમરેઠ - ગોવિંદભાઈ પરમાર
આણંદ - યોગેશ પટેલ
સોજિત્રા - વિપુલ પટેલ
માતર - ક્લ્પેશ પરમાર
નડિયાદ - પંકજ દેસાઈ
મહુધા - સંજયસિંહ મહિડા
ઠાસરા - યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ - રાકેશ ઝાલા
બાલાસિનોર - માનસિંહ ચૌહાણ
લુણાવાડા - જીજ્ઞેશ સેવક
સંતરામપુર (એસટી) - કુબેર ડિંડોર
શેહરા - જેઠાભાઈ આહિર (ભરવાડ)
મોરવા હડફ (એસટી) - નિમિષા સુથાર
ગોધરા - ચંદ્રસિંહ રાઓલજી (સીકે રાઓલજી)
કાલોલ - ફતેસિંહ ચૌહાણ
હાલોલ - જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા (એસટી) - રમેશ કટારા
લિમખેડા (એસટી) - શૈલેષ ભાભોર
દાહોદ (એસટી) - કનૈયાલાલ કિશોરી
દેવગઢ બારિયા - બચુભાઈ ખાબડ
સાવલી - કેતન ઇનામદાર
વાઘોડિયા - અશ્વિન પટેલ
છોટાઉદેપુર (એસટી) - રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા (એસટી) - અભેસિંહ તડવી
ડભોઈ - શૈલેશ મહેતા (શૈલેષ સોટ્ટા)
વડોદરા શહેર - મનીષાબહેન વકીલ
અકોટા - ચૈતન્ય દેસાઈ
રાવપુરા - બાલકૃષ્ણ શુકલા
પાદરા - ચૈતન્યસિંહ ઝાલા
કરઝણ - અક્ષય પટેલ
 
નોંધપાત્ર છે કે, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ બુધવારે સાંજે એકસાથે આ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલી 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 મહિલાઓને ટિકિટ આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 12 મહિલા ઉમેદવારોને જ ટિકિટ આપી હતી. આ યાદીમા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારમાં બે મંત્રી રહી ચૂકેલાં બે મહિલા નેતા - મનીષાબહેન વકીલ અને નિમિષાબહેન સુથારને ફરીથી
 
આ મહિલા ઉમેદવારોમાં ત્રણ અનુસૂચિત જાતિ (એસસી) અને એક ઉમેદવાર અનુસૂચિત જનજાતિ (એસટી)નાં છે.
 
ગાંધીધામ (એસસી) - માલતી મહેશ્વરી
વઢવાણ - જિજ્ઞા પંડ્યા
રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતા શાહ
રાજકોટ ગ્રામ્ય (એસસી) - ભાનુ બાબરિયા
ગોંડલ - ગીતાબા જાડેજા
જામનગર ઉત્તર - રિવાબા જાડેજા
નાંદોદ - દર્શના દેશમુખ વસાવા
લિંબાયત - સંગીતા પાટીલ
બાયડ - ભીખીબેન પરમાર
નરોડા - ડૉ. પાયલ કુકરાણી
ઠક્કરબાપા નગર - કંચનબહેન રાદડિયા
અસારવા (એસસી) - દર્શના વાઘેલા
મોરવા હડફ (એસટી) - નિમિષા સુથાર
વડોદરા શહેર - મનીષાબહેન વકીલ

આ સિનિયર નેતાઓ પણ કપાયા
 
બ્રિજેશ મેરજા, આર સી ફળદુ, વાસણ આહિર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મધુશ્રી વાસ્તવ, હિતુ કનોડિયા, વલ્લભ કાકડિયા, લાખાભાઈ સાગઠીયા, હકુભા જાડેજા, ગોવિંદ પટેલ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ રૈયાણી, જગદીશ પટેલ, રાકેશ શાહ
 
વેજલપુર કિશોર ચોહાણ કપાયા
એલિસબ્રીજ રાકેશ શાહ કપાયા 
નરોડા બલરામ થવાની કપાયા
ઠક્કરબાપા નગર વલ્લભ કાકડીયા કપાયા..
અમરાઈવાડી જગદીશ પટેલ કપાયા
મણીનગર સુરેશ પટેલ કપાયા
સાબરમતી અરવિંદ પટેલ કપાયા
અસારવા પ્રદીપ પરમાર કપાયા
હકુભા જાડેજાની ટિકિટ કપાઈ
મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
આરસી મકવાણાની ટિકિટ કપાઈ
સૌરભ પટેલની ટિકિટ કપાઈ
હિતુ કનોડિયાની ટિકિટ કપાઈ
 
ઇડર બેઠક પરથી હિતુ કનોડિયા કપાયા
ડીસા બેઠક પરથી શશિકાંત કપાયા
રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદી કપાયા
વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ કપાયા
રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણી કપાયા


Edited by - kalyani deshmukh