ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા સીટ
Written By
Last Updated : ગુરુવાર, 17 નવેમ્બર 2022 (15:54 IST)

Gujarat Vidhansabha Seat - AAP ની મુશ્કેલીમાં વધારો, અમદાવાદની અસારવા બેઠકના ઉમેદવાર મેવાડા વિરુદ્ધ કોર્ટે આપ્યા તપાસના આદેશ

aam aadmi party
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના 29 ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. જેમાંથી એક ઉમેદવાર સતત ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીએ અસારવા બેઠક પરથી જે.જે. મેવાડાને ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ તથા અસારવા વિધાનસભા બેઠક પરથી AAPના ઉમેદવાર જયંતીલાલ મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ કોર્ટમાં દાખલ થઈ થઈ હતી જેમાં કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સતત રાજકારણમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યા છે. તોડ-જોડની રાજનીતિ, આરોપ-પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે આ સાથે જ હવે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થતો જણાઈ રહયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે અસારવા બેઠકના ઉમેદવાર જે જે મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે ત્યારે આ મામલે AAPના ઉમેદવાર જે.જે. મેવાડા સામે કોર્ટે તપાસના આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે. મેવાડા સામે 202 મુજબ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. DYSPની ફરજ દરમિયાન જે.જે. મેવાડાએ કરેલ ભ્રષ્ટાચાર અંગે ગુજરાત ACB ઈન્કવાયરી કરી કોર્ટને રિપોર્ટ કરશે.  હવે આગામી સુનાવણી 9 નવેમ્બરે થશે. કલોલના વિરલગિરી ગૌસ્વામીએ આક્ષેપ કર્યો છે કે, જયંતીલાલ મેવાડાએ ફરજ દરમિયાન રૂ.300 કરોડનો ભ્રષ્ટાચાર કરીને અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં 59 મિકલત-જમીનની ખરીદી કરી હતી. સેશન્સ કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં નિવૃત્ત ડી.વાય.એસ.પી સહિત તેમના પત્ની, પુત્ર, પુત્રી સહિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એફિડેવિટમાં ઓછી મિકલત દર્શાવી અને ખોટું સોગંદનામું કરીને દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડ્યા.