બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (11:11 IST)

હાર્દિક પટેલ બાદ વધુ 4 કોંગી નેતાઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે

hardik patel
હાર્દિક પટેલનું ભાજપીકરણ થયા બાદ હવે વધુ 4 કોંગ્રેસના નેતાઓ કમળના સહારે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભાવનગર વિસ્તારના અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા બે મોટાં નેતાનો ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં પક્ષમાં સમાવેશ કરવા જઈ રહી છે. બીજી તરફ પ્રાંતિજ વિધાનસભા તથા દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પણ ભાજપમાં લાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યાં છે.

જે ચાર નેતાઓનું ભાજપીકરણ કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે, તેમાં બે પૂર્વ ધારાસભ્ય પૈકી દહેગામના કામિનીબા રાઠોડ અને પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગર મનપાના પૂર્વ શહેર પ્રમુખ રહેવાની સાથે-સાથે વર્ષ 2012માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી સંભવિત આંતરિક જૂથબંધીને કારણે જેમની હાર થઈ હતી, તેવા રાજેશ જોષી આગામી સમયમાં કમળનો સાથ ઝાલશે.ભાવનગરના વધુ એક નેતા કે જેઓ ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હોવાની સાથે-સાથે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ બાદ ક્ષત્રિય સમાજના કોઈ મોટાં માથાં તરીકે ઓળખાતાં હોય એવા સંજયસિંહ માલપર (ગોહિલ)નો સમાવેશ થાય છે.