મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (10:02 IST)

Gujarat Assembly Elections: ઓવૈસીની પાર્ટી જાહેર કરી પહેલી યાદી, જણાવ્યું કોણ ક્યાંથી ચૂંટણી લડશે

owaisi
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ની એન્ટ્રી થઇ ગઇ છે. AIMIM એ મતવિસ્તારની પ્રથમ યાદી જાહેર કરી છે જ્યાંથી તે ચૂંટણી લડશે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે અમદાવાદની તમામ 5 બેઠકો પર ચૂંટણી લડવામાં આવશે.
 
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી ગયા છે. AIMIM એ અમદાવાદમાં 5 મતદારક્ષેત્રોની યાદી જાહેર કરી છે. જેમાં દરિયાપુર, દાણીલીમડા, જમાલપુર, બાપુનગર અને વેજલપુરનો સમાવેશ થાય છે. તેમાંથી માત્ર વેજલપુર બેઠક ભાજપ પાસે છે, જ્યારે અન્ય તમામ બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે.
 

આ મામલે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે AIMIM એ સીટો પર ચૂંટણી લડી રહી છે, જેના પર કોંગ્રેસના વોટ કપાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે AIMIM એ તમામ પાંચ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે જ્યાં મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે. પાર્ટી આગામી સમયમાં વધુ બેઠકોની જાહેરાત કરશે.
 
ઔવેસી આગામી સમયમાં બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 1 અને 2 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. અમે મોટાભાગે જીતી શકીએ તેવા ગણિતવાળી જ સીટો પર લડવાનું નક્કી કર્યું છે. જે પ્રમાણે અમે 65 સીટો નક્કી કરી છે.
 
65 સીટો નક્કી કરવા પાછળના ગણિત અંગે જણાવતાં સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ 60થી 65 હજાર મુસ્લિમ મતદારો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ધારો કે, મોડાસાની સીટ પર ઠાકોર સમાજના વોટ વધારે છે. અહીં ઠાકોર સમાજનો ઉમેદવાર ઉભો કરી, મુસ્લિમ વોટ મર્જ કરી સીટ જીતીશું. આવી ઘણી સીટો છે. અમારા ગણિત પ્રમાણે 65 સીટો એવી છે જ્યાં અમે જીતી શકીએ છે. દરેક જાતિ અને સમાજના લોકોને ટિકિટ આપીશું. આજ સુધી કોંગ્રેસે મુસ્લિમ વોટથી સરકાર બનાવી છે. તે વોટને મોર્જ કરી અમે જીતવાની કોશિશ કરીશું.