ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Updated : ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (15:49 IST)

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, 19 ડિસેમ્બરે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.

10,315 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.ભાજપ સંગઠને પણ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
 
કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સુચના આપવામાં આવી રહી છે, તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે. 
 
ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે,  ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે.  .