Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lighten Dark Underarms - ડાર્ક અંડરઆર્મ્સથી છુટકારો મેળવવા માટે અજમાવો 5 ઘરેલૂ ઉપાય

Updated: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (10:46 IST)
ઘણા લોકો સ્લીવલેસ પણ નહી પહેરી શકતા કારણકે તેમના અંડરઆર્મ્સ સૌની સામે આવી જવાનો ડર સતાવે છે. જો તમારા પણ અંડરઆર્મ્સ કાળા છે તો જાણો કે ક્યાં તમે પણ તો તેમાથી કોઈ ભૂલ નહી કરી રહ્યા છો, જે અંડરઆર્મ્સનો રંગ ડાર્ક કરવા માટે જવાબદાર છે. પણ તેનાથી પરેશાન થવાની જગ્યા તમે કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. ચાલો આજે તમને આ સમસ્યાથી રાહત  મેળવવાના કેટલાક દેશી ઉપાય જણાવીએ છે. 
 
ડાર્ક અંડરઆર્મ્સ કારણ 
1. હેયર રિમૂવલ ક્રીમનો વધારે ઉપયોગ 
2. રેજરનો પ્રયોગ- 
3. કેમિકલ વાળા ડિઓનો પ્રયોગ- 
4. મૃત ત્વચા- 
5.વધારે માત્રામાં પરસેવું આવવું 
 
ઉપાય 
1. નારિયેળ તેલ - આ તેલમાં વિટામિન E હોય છે. આ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલથી દરરોજ તમારા અંડરઆર્મ્સની માલિશ કરો. તેને પંદર મિનિટ રહેવા દો. ત્યાર બાદ તેને સામાન્ય પાણીથી ડાર્ક અંડરઆર્મ્સ ધોઈ લો.
 
2. બ્રાઉન શુગર અને ઑલિવ ઑયલ 
બ્રાઉન શુગરમાં એક્સફોલિએટર ગુણ હોય છે. તેથી તમે અંડરઆર્મ્સનો કાળાશ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરાય છે. તેના માટે એક વાટકીમા 1 મોટી ચમચી બ્રાઉન શુગર અને જરૂર મુજબ ઑલિવ ઑયલ મિક્સ કરો. તેનાથી ઘટ્ટ પેસ્ટ બનાવીને અંડરાઆર્મ્સ પર 2-3 મિનિટ સ્ક્રબ કરો. 5-10 મિનિટ સુધી તેને રહેવા દો. પછી હળવા હાથથી ઘસીને તેને સાફ કરીને તાજા પાણીથી ધોઈ લો. તેને અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી તમને અંતર નજર આવશે. 
 
3. બેકિંગ સોડા 
અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા બેકિંગ સોડા ફાયદાકારી ગણાય છે. તેના માટે એક મોટી ચમચી બેકિંગ સોડામાં જરૂર મુજબ પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવીને અંડરાઆર્મ્સ પર 5-10 મિનિટ સુધી લગાવો. પછી પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. 
 
4. સફરજનનો સિરકો અને બેકિંગ સોડા 
તેના માટે 4 મોટી ચમચી સફરજનનો સિરકોમાં જરૂર મુજબ બેકિંગ સોડા મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને પ્રભાવિત જગ્યા પર હળવા હાથથી મસાજ કરવી. 10 -15 મિનિટ સુધી રહેવા દિ. પછી હળવા હાથથી ઘસીને તેને સાફ કરીને તાજા પાણીથી ધોઈ લો. તેને અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી સ્કિન સાફ વ્થશે અને નિખરી અને નરમ નજર આવશે  
 
5. લીંબૂ 
નહાવાથી પહેલા એક લીંબૂનો ટુકડો 5 મિનિટ અંડરઆર્મ્સ પર ઘસવું. તેનાથી ત્વચાની રંગતની સાથે પરસેવુ અને દુર્ગંધથી બચાવ રહેશે. પણ વેક્સિંગ કે રેજરના ઉપયોગ કર્યા પછી આ ઉપાયને ન અજમાવો. તેનાથી ઘણી વાર સ્કિન કપાઈ જાય છે. અને લીંબૂ લગાવવાથી બળતરા અને દુખાવો થઈ શકે છે. 
 

વધુ જુઓ..

પાકીસ્તાન ક્રિકેટમાં ફરી આવ્યો ભૂકંપ, ખેલાડીઓની તપાસ શરૂ, શું ફિક્સિંગની ગંઘ આવી રહી છે ?

મારુતિ સુઝુકીએ લોન્ચ કરી પ્રીમિયમ અને નવી ડિઝાઇનવાળી બલેનો, જાણી લો ફીચર્સ અને કિંમત

186 મુસાફરોનાં જીવ અટક્યા, મલેશિયા એયરલાઈન્સનાં વિમાનમાં એન્જીન નંબર 2 ખરાબ, ચેન્નાઈમાં ઈમાંરજેન્સી લેન્ડીંગ

5 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત, 6 ઓક્ટોબરે મતદાન. જાણો નંદીગ્રામમાં ક્યારે થશે મતદાન

iPhone 18 Pro સિરીઝના લોન્ચ માટે માત્ર 2 દિવસ બાકી છે! કિંમત, પ્રી-ઓર્ડર અને વેચાણ તારીખ અપડેટ્સ વિશે જાણો.

વધુ જુઓ..

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

આગળનો લેખ
Show comments