સોમવાર, 5 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

સેન્સેક્સમાં 516 અંકોનો ઉછાળો

લાંબા સમય બાદ વિદેશી રોકાણકારોએ મોટાપ્રમાણમાં ખરીદી કરતાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. અને, માર્કેટે 516 અંકોનો ઉછાળો માર્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 146 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમેરિકન બજારમાં ગુરૂવારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળ્યો હતો. સવારે સેન્સેક્સ વધારા સાથે ખુલ્યું હતું અને, ત્યારબાદ આ તેજી છેક સુધી જોવા મળી હતી.તો જીડીપીના દર પણ બજારની ધારણાં પ્રમાણે આવ્યાં હતાં. તેથી માર્કેટની તેજીને હવા મળી હતી.

આજે માર્કેટમાં ખુબ મોટા પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી. અને, 3.67 ટકાનાં વધારા સાથે 516 અંકોની તેજી સાથે બંધ થયું હતું. તો સ્મોલકેપમાં 133 અને મીડકેપમાં 109 અંકોનો વધારો જોવા મળ્યો હતો. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટાટા મોટર્સ, જેપી એસો., એચડીએફસી બેન્ક, ટાટા પાવર, સત્યમ, મારૂતિ, રીલાયન્સ, ઈન્ફોસીસ અને એનટીપીસી જેવા શેરોમાં તેજી જોવા મળી હતી.