ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (09:55 IST)

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 જોડી ટ્રેનો રદ, ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડાઇ

પશ્ચિમ રેલ્વે દ્વારા પૂરતા મુસાફરો ન હોવાને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે તથા કેટલીક ટ્રેનો ની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે. મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ દિપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિસ્તૃત માહિતી નીચે મુજબ છેઃ
 
1. ટ્રેન નંબર 09290 મહુવા - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 09289 બાંદ્રા - મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 07 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
2. ટ્રેન નંબર 02934 અમદાવાદ - મુંબઈ સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 02933 મુંબઈ - અમદાવાદ સ્પેશિયલ તારીખ 08 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
3. ટ્રેન નંબર 09220 અમદાવાદ - એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્પેશિયલ તારીખ 10 મેથી તથા ટ્રેન નંબર 09219 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ તારીખ 12 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
4. ટ્રેન નંબર 09424 તિરુનલવેલી - ગાંધીધામ ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 10 મેથી તથા ટ્રેન નંબર 09423 ગાંધીધામ - તિરુનલવેલી ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 13 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
5. ટ્રેન નંબર 09262 પોરબંદર - કોચુવેલી સ્પેશિયલ તારીખ 13 મેથી તથા ટ્રેન નંબર 09261 કોચુવેલી - પોરબંદર સ્પેશિયલ તારીખ 16 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
6. ટ્રેન નંબર 02965 બાંદ્રા - ભગત કી કોઠી સ્પેશિયલ તારીખ 07 મેથી તથા ટ્રેન નંબર 02966 ભગત કી કોઠી - બાંદ્રા સ્પેશિયલ તારીખ 08 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
7. ટ્રેન નંબર 02929 બાંદ્રા - જેસલમેર ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 07 મેથી તથા ટ્રેન નંબર 02930 જેસલમેર - બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 08 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
8. ટ્રેન નંબર 02908 હાપા - મડગાંવ ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 12 મેથી તથા ટ્રેન નંબર 02907 મડગાંવ - હાપા ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 14 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
9. ટ્રેન નંબર 09055 વલસાડ - જોધપુર સ્પેશિયલ તારીખ 11 મેથી તથા ટ્રેન નંબર 09056 જોધપુર - વલસાડ સ્પેશિયલ તારીખ 12 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
10. ટ્રેન નંબર 09043 બાંદ્રા - ભગત કી કોઠી સ્પેશિયલ તારીખ 13 મેથી તથા ટ્રેન નંબર 09044 ભગત કી કોઠી - બાંદ્રા સ્પેશિયલ તારીખ 14 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
11. ટ્રેન નંબર 09263 પોરબંદર - દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા - પોરબંદર સ્પેશિયલ તારીખ 10 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
12. ટ્રેન નંબર 09415 અમદાવાદ - શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ તારીખ 09 મેથી તથા ટ્રેન નંબર 09416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા - અમદાવાદ સ્પેશિયલ તારીખ 11 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
13. ટ્રેન નંબર 09239 હાપા - બિલાસપુર સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 09240 બિલાસપુર - હાપા સ્પેશિયલ તારીખ 10 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
14. ટ્રેન નંબર 02298 પુણે - અમદાવાદ સ્પેશિયલ તારીખ 08 મેથી 28 જૂન, 2021 સુધી તથા ટ્રેન નંબર 02297 અમદાવાદ - પુણે સ્પેશિયલ તારીખ 09 મેથી 29 જૂન,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.
 
જે ટ્રેનો ની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે તે નીચે મુજબ છેઃ
 
1. ટ્રેન નંબર 09202 અમદાવાદ - દાદર સ્પેશિયલ તારીખ 8 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે.
 
2. ટ્રેન નંબર 09201 દાદર - અમદાવાદ સ્પેશિયલ તારીખ 9 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ચાલશે.
 
3.  ટ્રેન નંબર 02945 મુંબઈ - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 7 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડિયામાં ચાર દિવસ) ચાલશે.
 
4. ટ્રેન નંબર 02946 ઓખા - મુંબઈ સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 9 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ રવિવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડિયામાં 4 દિવસ) ચાલશે.
 
5. ટ્રેન 02957 અમદાવાદ - નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ તારીખ 7 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ રવિવાર, મંગળવાર અને શુક્રવારે ચલાશે.
 
6. ટ્રેન 02958 નવી દિલ્હી - અમદાવાદ રાજધાની સ્પેશિયલ તારીખ 8 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે.