સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2019 (15:16 IST)

Bank Holiday in Holi 2019: - હોળીમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, પહેલા જ પતાવી દો તમારા કામ

બેંકનુ જરૂરી કામ હોય તો જલ્દી જ પતાવી દો. કારણ કે જો તમે 19 માર્ચ સુધી બેંકનુ કામ ન કર્યુ તો તમને 24 માર્ચ પછી જ તક મળશે.  20થી 24 માર્ચ સુધી બેંક બંધ રહેશે. જો કે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા બેંક હોલિડે હોય છે. 
 
બુધવાર 20 માર્ચના રોજ હોળી છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, અસમ, ઉત્તરાખંડમાં આ દિવસે રજા હોય છે. બેંક પણ બંધ રહેશે. બીજી બાજુ 21 માર્ચ ગુરૂવારે ધુળેટી રમાય છે.  આખા દેશમા6 આ દિવસે રજા રહે છે અને બેંક પણ બંધ રહે છે. આ રીતે 20 અને 21 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ,જમ્મુ અને કશ્મીર, અસમ, ઉત્તરાખંડમાં રજા રહેશે. 
 
23 માર્ચના રોજ ચોથો શનિવાર અને 24 માર્ચના રોજ રવિવારની રજા મળશે. આ રીતે કુલ 5 દિવસનો રજાઓનો પ્લાન કરી શકાય છે. 
 
22 માર્ચ શુક્રવારે બિહાર ડે છે. આ કારણે બિહારમાં આ દિવસે બેંકની રજા રહેશે.  મધ્યપ્રદેશમાં ક્યાક ક્યાક રંગપંચમીની રજા હોય છે. મતલબ અહી 25 માર્ચ સોમવારની રજા પણ મળશે.   23માર્ચ શનિવારે ભગત સિંહ શહીદ દિવસ ઉજવાય છે. આ દિવસે પંજાબ અને હરિયાણામાં રજા રહે છે.