1 એપ્રિલથી સરકાર વધારી શકે છે CNG અને PNGના ભાવ, ગાડી ચલાવવી અને રસોઈ બનાવવી પડશે મોંઘી
1 એપ્રિલ 2019 ભારતવાસીઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ સાબિત થઈ શકે છે. આ દિવસે કિચનમાં રસોઈ બનાવવી ખૂબ મોંઘી થઈ જને તેનાથી દેશવાસીઓના ખિસ્સા પર બોજ વધી જશે. રેટિંગ્સ એજંસી CAREની રિપોર્ટ મુજબ જલ્દી જ સરકાર ડોમેસ્ટિક નેચરલ ગેસની કિમંતોમાં 18 ટકાનો વધારો કરવાની છે. તેનાથી ઘરેલુ રસોઈ ગેસ બિલ અને ઓટો સીએનજીની કિમંતો ચોક્કસ રૂપે વધી શકે છે. એટલુ જ નહી વૃદ્ધિથી વિનિર્માણ, યાત્રા, ઉર્જા અને ફુગાવા પર પણ તેની અસર પડી શકે છે.
પ્રાકૃતિક ગેસની કિમંતો પણ સંશોધિત કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે નવી ડૉમેસ્ટિક ગેસ પોલીસી 2014 હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસની કિમંતો નક્કી કરવામાં આવી છે. આ ફોર્મૂલા વિદેશી કિમંતો પર આધારિત છે. 2014ની નવી ઘરેલુ ગેસ નીતિ મુજબ સરકાર 1 એપ્રિલ 2019થી પ્રભાવી ઘરેલુ ગેસની કિમંતોમાં સંશોધન કરી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઊંડા પાણી અને ઉચ્ચ દબાણવાલા ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદિત પ્રાકૃતિક ગેસની કિમંતોને પણ સંશોધિત કરી શકાય છે.
CNG અને PNGની કિમંતોમાં થશે વધારો
સરકારના આ પગલાથી ઓટો ફ્યુલના રૂપમાં ઉપયોગમાં લેવાનારી CNG અને ઘરમાં રસોઈ બનાવવા માટે વપરાતી પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે PNGની કિમંતો વધી જશે. તેનાથી સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર ભાર પડવો લગભગ નિશ્ચિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એવુ અનુમાન છે કે એપ્રિલ-સપ્ટેમ્બર 2019 માટે ડોમેસ્ટિક નેચરલ ગેસની કિમંત વર્તમાન 3.36/mmBtu ડૉલરથી વધારીને લગભગ 3.97/mmBtu ડોલર કરી દેવામાં આવશે.