ગુજરાત કી હવા મેં વેપાર હૈ: એક્સપર્ટના મતે કેવું રહ્યું બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું છે. બજેટથી કોર્પોરેટ જગતમાં ખુશીની લહેર જોવા મળી તો સામાન્ય જનતાને રાહત જોવા ન મળી. આ દરમિયાન સીતારમણએ કહ્યું કે સામાન્ય જનતાથી માંડીને કોર્પોરેટર સુધી વિશે વિચારીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોરોનાકાળૅમાં જે પ્રકારે લોકોની નોકરીઓ ગઇ એવામાં કોર્પોરેટ સેક્ટરને બૂસ્ટ કરવાની જરૂર હતી. કોર્પોરેટ સેક્ટરને બૂસ્ટ આપવા લોકોને નોકરીઓ મળશે અને મિડલ ક્લાસના ઘરમાં પૈસા આવશે. એવામાં બજેટમાં મિડલ ક્લાસને કશું મળ્યું નહી એ કહેવું ખોટું નથી.
દિનેશ ઠક્કર, સીએમડી, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ.
"સરકાર વૃદ્ધિને ઉત્તેજન આપવા માટે ચુસ્ત રાજકોષીય ખાધને વળગી રહેવાના બદલે ઉદાર પગલાં લીધા છે જે આવકારદાયક છે. લગભગ તમામ બાબતો આવરી લેવાઈ છે. પછી તે મૂડી ખર્ચને પ્રોત્સાહન આપવાની બાબત હોય, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન હોય કે ઇન્ફ્રા અને હેલ્થકેર ખર્ચ હોય. સિંગલ સિક્યોરિટી માર્કેટ કોડથી નાણાકીય બજારમાં બિઝનેસ કરવો આસાન બનશે. તેથી આપણે વિદેશી ફંડ આકર્ષવાનું ચાલુ રાખીએ તેવી શક્યતા છે."
કર્નલ રાહુલ શર્મા, ડાયરેકટર, કલોઝ સપોર્ટ બિઝનેસ સોલ્યુશન્સ. (બિઝનેસ એડવાઈઝરી ફર્મ).
"ટેક્સ્ટાઈલ ઉદ્યોગને અપાયેલો ટેકો આવકાર્ય છે. પ્રસ્તાવિત ફિનટેક હબ ગિફ્ટ સિટી સાથે નેચરલ સિનર્જી કરી શકે છે. મને આશા છે કે ગુજરાતના ઉદ્યોગ સાહસિકો તેનો ફાયદો લઈ શકશે. એકંદરે એક રૂઢિચુસ્ત બજેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડીખર્ચના સ્ડાન્ડર્ડ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી અર્થતંત્રને ધીમે ધીમે પુનઃસ્થાપિત કરી શકાય. ઊંચી રાજકોષીય ખાધના કારણે સરકાર બહુ હિંમતભર્યા પગલાં લઈ શકે તેમ ન હતી."
ડો. નેહા શર્મા, ડિરેક્ટર, શાંતિ બિઝનેસ સ્કૂલ".
"બજેટ અપેક્ષા મુજબ છે. આર્થિક નરમાઇ અને ધીમી રિકવરી પછી સરકાર પાસે બહુ મોટા પગલાં લેવાનો અવકાશ ન હતો. વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા તેમણે રૂઢિચુસ્ત વલણ અપનાવ્યું છે જે મારા માનવા પ્રમાણે બહુ સમજદારીપૂર્વકનું છે."
કિરણ સુતરીયા, ફાઉન્ડર સીઈઓ સીટા.
" આકાંક્ષા ધરાવતા ભારત માટે આ બજેટ સમગ્રલક્ષી વિકાસનું કામ કરશે. તેમાં MSMEને વધુ સક્ષમ બનાવવામાં આવશે અને આરોગ્ય તથા કૃષિ જેવા ક્ષેત્રોમાં ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરાશે."
રાકેશ લાહોટી, કો-ફાઉન્ડર, વેલ્થસ્ટ્રીટ.
"કૃષિ માળખા માટેના સેસથી ટ્રાન્ઝેક્શન આધારિત ટેક્સેશનનો માર્ગ ખુલ્યો છે. આ બજેટમાં તે રૂપેરી કોર સમાન છે."
વનેશ પંચાલ, ડિરેક્ટર, બિલાઈન બ્રોકિંગ
"કેન્દ્રિય બજેટ 2021-22માં નાણામંત્રીએ આરોગ્ય કેન્દ્રો, આરોસ્ય સંસ્થાઓ, સ્વચ્છ ભારત યોજના, નેશનલ હાઇવે અને 7 નવા ટેક્સ્ટાઈલ પાર્કના નિર્માણ સહિતના વિકાસકામો માટે મૂડી રોકવાની જાહેરાત કરી છે."