1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 એપ્રિલ 2018 (13:23 IST)

CASH LESS ATM - એટીએમમા નાણાંની અછત સર્જાવાને કારણે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું જાણો ક્લીક કરીને

સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ATMમા નાણાંની અછત સર્જાવાને કારણે દોડાદોડી થઈ જવા પામી છે. રાજ્યમાં અનેક સ્થળોએ ATMમા પૈસા ન હોવાથી લોકોએ જ્યાં પૈસા નીકળી રહ્યા હતા, ત્યાં રીતસરની લાઈનો લગાવી દીધી હતી અને અમુક જગ્યાએ તો નોટબંધીની યાદ અપાવી દે તેવા દૃશ્યો સર્જાયા હતા. રાજ્ય સરકાર ATMમા જ નહીં પરંતુ બેંકોમાં પણ નાણાંની અછત હોવાની કબૂલાત કરી ચૂક્યા છે.

આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પણ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ગુજરાતમાં વધારે નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી માંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, આ માંગ 3 દિવસ પહેલા કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિને જોતા આ માંગ હજુ સુધી સંતોષાય હોય તેવું લાગતું નથી. નિતીન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી રોકડ નોટો રાજ્યના ઘણા શહેરોમાં બેંકોને પ્રાપ્ત થતી નથી. અમે 3 દિવસ પહેલા પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગુજરાતના રિજનલ મેનેજર સાથે વાત કરી હતી. ગઈકાલે પણ તેમની સાથે મેં વાત કરી હતી. મુખ્ય સચિવને પણ અમે વાત કરવાનું કહ્યું હતું અને તેમણે પણ તેમની સાથે ચર્ચા કરી છે અને મોટા પ્રમાણમાં રોકડ નોટ પ્રાપ્ત થાય અને બેંકોને આપવામાં આવે તે માટે ગુજરાત સરકાર તરફથી અમે સતત રિઝર્વ બેંકના સંપર્કમાં છીએ અને વહેલી તકે આ રોકડ નાણાંની અછત દૂર થાય તેવો અમારો પ્રયત્ન છે.