મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (12:15 IST)

CNG Price Hike- કૂદકે ને ભ્રૂસકે વધી રહ્યા છે સીએનજીના ભાવ, મુસાફરોના ખિસ્સા પર પડી શકે છે બોજો

પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી-ફળ, દાળ, અનાજ, મકાન, ગાડી તમામ વસ્તુમાં મોંઘવારી વધ્યા બાદ હવે ટેક્સી-રિક્ષાના ભાડા વધારાનો નંબર છે. વર્ષ 2022માં CNGના ભાવમાં વારંવાર વધારો ઝીંકાયો છે. એવામાં રિક્ષા અને ટેક્સી ચાલકો માટે જૂના ભાડા પર મુસાફરી મુશ્કેલ થઈ રહી છે.
 
નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે દેશમાં કોમર્શિયલ એલપીજી, વિમાનના ઇંધણ, સીએનજી અને ડીએપી ખાતર સહિતની વસ્તુઓમાં જંગી ભાવવધારો ઝીંકાયો હતો.
 
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. જેને લઈને રિક્ષાચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
 
દેશની સામાન્ય જનતા પર અત્યારે ચારેબાજુથી મોંઘવારીનો વાર થઈ રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ, દવાઓ, શાકભાજી, દૂધ વગેરેના ભાવ તો વધ્યા જ હતા સાથે સાથે સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
 
CNGના ભાવમાં તોતિંગ વધારો થતાં રિક્ષાચાલકોની સમસ્યા વધી છે અને હવે તેઓ CNGના ભાવ ઘટાડવાની માગ કરી રહ્યા છે. CNGના ભાવમાં સતત વધારો ચાલુ જ રહેવાથી રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.