ગો ફર્સ્ટ સુરત એરપોર્ટ પરથી લખનઉ, પટના, દેહરાદૂન, જમ્મૂ અને શ્રીનગર કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરશે
એરલાઇન ગો ફર્સ્ટ સુરત એરપોર્ટથી લખનઉ, પટના, દેહરાદૂન, જમ્મુ અને શ્રીનગર માટે કનેક્ટિંગ ફ્લાઇટ્સ શરૂ કરશે. આ પાંચ ફ્લાઈટ દિલ્હીથી આવશે અને જશે. કંપનીએ તેમનું સમયપત્રક જાહેર કર્યું છે. ગો ફર્સ્ટ એરલાઈન્સ અને સુરત એરપોર્ટ ઓથોરિટી વચ્ચેનો પાર્કિંગ વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. આ કારણે એરલાઈન્સે તેમની દિલ્હી ફ્લાઈટ ફરી શરૂ કરી છે.
મુસાફરોની સુવિધા માટે મેનેજમેન્ટે સુરતથી દિલ્હી વાયા પાંચ કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. યાત્રીઓ આ જ PNR પર આ ફ્લાઈટ્સમાં મુસાફરી કરી શકશે. જોકે, એરક્રાફ્ટ બદલવું પડશે. GoFirstની દિલ્હી ફ્લાઇટ નિયમિત ફ્લાઇટ તરીકે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2021માં સુરત એરપોર્ટ પરથી શરૂ થયેલી ગો ફર્સ્ટ એરલાઈન્સની દિલ્હી, ગોવા અને બેંગ્લોરની ત્રણેય ફ્લાઈટ્સ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હતી. કંપનીને એરપોર્ટ પર પાર્કિંગ માટે જગ્યા મળી રહી ન હતી. આ કારણે તેણે પોતાની ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. હવે સુરત એરપોર્ટ ઓથોરિટીએ ગો ફર્સ્ટ એરલાઈન્સને એરપોર્ટ પરિસરમાં પાર્કિંગ માટે પરવાનગી આપી છે.
ગો ફર્સ્ટ એરલાઈન્સને સુરત એરપોર્ટ પર નાઈટ પાર્કિંગની જરૂર હતી, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ સુવિધા ઉપલબ્ધ નહોતી. હવે દિલ્હી, બેંગ્લોર માટે GoFirst ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે. એરલાઈન હવે લખનૌ, પટના, દેહરાદૂન, જમ્મુ અને શ્રીનગર માટે કનેક્ટિંગ ફ્લાઈટ્સ શરૂ કરવા જઈ રહી છે.