રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (17:46 IST)

Hero એ 50 હજારથી પણ ઓછી કિમંતમાં લોંચ કરી નવી બાઈક, જાણો શુ છે તેના ફીચર્સ

Hero HF Deluxe IBS,  દેશની અગ્રણી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ ઈંડિયન માર્કેટમાં હીરો એચએફ ડીલક્સ આઈબીએસ (Hero HF Deluxe IBS)ને લોંચ કરી દીધી છે. હીરોની આ બાઈક કંબાઈંડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) થી લેસ છે.  જો કે હીરોએ તેને ઈંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ  (IBS) નામ આપ્યુ છે.  બાઈકનુ દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઈસ 49,300 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે સરકારની તરફથી 1 એપ્રિલ 2019થી લાગૂ થનારા નવા સેફ્ટી ફીચરને જોતા કંપનીએ તેને લોન્ચ કર્યુ છે. 
 
પહેલાથી મોટા 130 એમએમના રિયર ડ્રમ 
 
નવા નિયમ મુજબ 125 સીસીથી ઓછા એજિનવાળી બાઈક્સમાં કંબાઈંડ બ્રેકિંગ સિસ્ટમ હોવુ જરૂરી છે. આ ઉપરાંત બાઈક (HF Deluxe)માં 130 એમએમના મોટા રિયર ડ્રમ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ફોટોમાં જોવામાં બાઈકના ફીચર પહેલા જેવા જ લાગી રહ્યા છે.  i3S પાર્વર્ડ બાઈકમાં 97.2 સીસીનુ એયરકૂલ્ડ, 4-સ્ટ્રોક સિંગલ સિલેંડર ઓએચસી એંજિન આપવામાં આવ્યુ છે. બાઈકનુ એંજિન 8000 આરપીએમ પર 8.24 bhpની પાવર અને 8000 rpm પર 8.05 Nmની ટૉર્ક જેનરેટ કરે છે. 
 
કિક અને ઈલેક્ટ્રોનિક સ્ટાર્ટ બંને જ વિકલ્પ 
 
બાઈકમાં કિક અને ઈલેક્ટ્રિક સ્ટાર્ટ બંનેનો જ વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ બાઈક 88.24 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપવામાં સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે બાઈકને i3S તકનીકથી યુક્ત કરવામાં આવ્યુ છે. જેનુ તાત્પર્ય છે કે આ આઈડલ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમથી યુક્ત છે. જેનાથી બાઈક વધુ માઈલેજ આપશે. બાઈક બજારમાં i3S  અપડેટ વગર સાથે પણ મળી રહેશે. 
 
 
બ્રેકિંગ સિસ્ટૅમ પહેલાથી સારી હોવાથી આ ઓછા સમયમાં અને અંતરમાં રોકાય જશે. નવી  Hero HF Deluxe IBS પાંચ કલર અને ચાર ડ્યૂલ કલર વેરિએંટમાં આવી છે. તેમા હેવી ગ્રે ની સાથે બ્લેક, કૈંડી બ્લેજિંગ રેડ, બ્લેક વિથ રેડ, બ્લેક વિથ પર્પલ, હેવી ગ્રે વિથ ગ્રીનનો સમાવેશ છે.