બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (14:58 IST)

#HT લીડશિપ સમિટ : ચીન અમેરિકાથી આગળ જશે ભારત - મુકેશ અંબાણી

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનુ કહેવુ છે કે આજે ડેટા ફક્ત ન્યૂ ઓઈલ જ નથી પણ ન્યૂ સોઈલ પણ છે. કારણ કે તેના પટર પર જ બદલાવની ગાડી આગળ વધી રહી છે. તેમણે કહ્યુ કે જિયોની લૉંચિંગ ક્રાંતિકારી રહી છે. કારણ કે તેણે ભારતને દુનિયામાં ડેટાનો સૌથી મોટો ખપતવાળો દેશ બનાવી દીધો છે. તેનાથી સાચા અર્થમાં ઈંટરનેટૅનુ લોકતાંત્રિકરણ થયુ છે. 
 
- મુકેશ અંબાણીએ કહ્યુ કે આવનારા દિવસોમાં ભારત નંબર 1 સ્ટાર્ટ અપ દેશ બનશે. 
- કૃષિ શિક્ષા અને સ્વાસ્થ્ય સેવા બુનિયાદી ક્ષેત્ર છે જેના પર ફોકસ કરીને દેશ વિકાસની નવી સીડીઓ ચઢી શકે છે - 
- મુકેશે કહ્યુ કે મારે માટે પૈસો ક્યારેય મહત્વપૂર્ણ રહ્યો નથી પણ રિસોર્સ મહત્વપૂર્ણ રહી છે. મારી પાસે પૈસા નથી હોતા કે ન તો ક્રેડિટ કાર્ડ 
-મુકેશ અંબાનીએ કહ્યુ કે હુ ડિઝિટલ ક્રાંતિનો ખૂબ મોટો સમર્થક છુ પણ ઈંટરેસ્ટિંગ વાત એ છે કે મારી પાસે હજુ પણ ક્રેડિટ કાર્ડ નથી. તેમણે કહ્ય કે  તેમને પુસ્તકો વાંચવામાં પણ રસ છે. તાજેતરમાં જ તેમણે લિયોનાર્ડો ધ વિંચીનુ એક પુસ્તક વાંચ્યુ છે. 
- અંબાણીએ કહ્યુ કે આ સુખદ છે કે દેશનુ વર્તમાન નેતૃત્વ દેશને વિકાસના રસ્તે લઈ જવામાં સક્ષમ છે. તેમની પાસે વિઝન સંકલ્પ અને કશુ કરી બતાવવાની તાકત છે. 
- મુકેશ અંબાણીએ કહ્યુ કે વિકાસ માટે આધુનિક સાધનોનો વપરાશ કરવો ખૂબ જરૂરી છે. 
- મુકેશ અંબાણીએ કહ્યુ કે આધાર દુનિયાનો સોતુહી મોટો અને સૌથી આધુનિક બાયોમૈટ્રિક સિસ્ટમ છે.  તેને પણ થોડા જ વર્ષોમાં તૈયાર કરવામાં આવ્યુ છે. આ અમેરિકા અને ચીન જેવા દેશથી પણ અનેકગણી આગળનો વિચાર છે. 
- મુકેશ અંબાનીએ કહ્યુ કે તકનીક દ્વારા ભારત વધતી જનસંખ્યાથી ઉપજેલ સમસ્યાથી મુક્તિ મેળવી શકે છે. 
- મુકેશ અંબાનીએ કહ્યુ કે આધાર દુનિયાની સૌથી મોટી બાયોમેટ્રિક સિસ્ટમ છે જેને તેના મિત્ર નંદન નિલેકનીએ તૈયાર કર્યો હતો. 
- ભારતમાં જે પ્રકારની આર્થિક અને તકનીકી ફેરફાર થઈ રહ્યા છે તે એક રીતે સભ્યતાનો પુનર્જન્મ છે. આવનારા દિવસ ભારત અને ચીનના છે. જોકે ભારત ગ્રોથના મામલે ચીનથી આગલ છે. નવી ટેકનોલોજી જ આગળનો વિકાસ નક્કી કરી રહી છે. આવનારા વર્ષોમાં ભારતની ઝડપી ગતિ ગ્રોથ કાયમ રહેશે. ડેટા તકનીકી ગ્રોથને ગતિ આપશે - મુકેશ અંબાની 
-  આપણે સુપર ઈંટેલિજેંસ ના રૂપમાં છે. ચીનના લિયે જે કામ મૈન્યુફેક્ચરિંગે કર્યો તે કામ ભારત માટે સુપર ઈંટેલિજેંસ કરશે - મુકેશ અંબાની 
- ભારત દુનિયાના નકશા પર એક સશક્ત આર્થિક શક્તિના રૂપમાં સામે આવી રહ્યુ છે. હાલ ભારતની ઈકોનોમી 2.5 ટ્રિલિયન ડોલરની છે અને આવનારા દસ વર્ષમાં 7 ટ્રિલિયન ડોલરના સ્તર પર પહોંચી શકે છે. આ શતાબ્દીમાં ભારત દુનિયાનુ સોતુહી વધુ પ્રગતિશીલ દેશ બની શકે છે. આવનારા દસકા દેશ માટે યુગાંતરકારી છે. - મુકેશ અંબાની