ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 જુલાઈ 2021 (16:54 IST)

અમેજનના CEO પદ પર આજે છે જેફ બેજોસનો અંતિમ દિવસ, જાણો આ વેપાર દ્વારા કેટલા પૈસા કમાવ્યા

અમેઝોન(Amazon) ના ફાઉંડર જેફ બેજોસ (Jeff Bezos)નો આજે કંપનીના  CEOના પદ પર અંતિમ દિવસ છે. અમેઝોનના કાર્યકારી એંડી જેસી 5 જુલાઈના રોજ  CEOનુ પદ સાચવશે. 
 
જેફ બેઝોસે જણાવ્યુ કે તેમણે આ તારીખને એટલા માટે પસંદ કરી કારણ કે આ મારી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી છે. તેમણે જણાવ્યું હતું કે બરાબર 27 વર્ષ પહેલા 1994 માં આ તારીખથી અમેઝોનની શરૂઆત થઈ હતી. 
 
સિએટલ સ્થિત  Amazon.com એ જાહેરાત કરી કે બેજોસ ફેબ્રુઆરીમાં CEOના રૂપમાં પદ છોડી રહ્યા હતા, પણ તેમણે તેની કોઈ તારીખ નક્કી નહોતી કરી. તેમના સ્થાન પર CEOનુ પદ સાચવનારા જેસી હાલ કંપનીના ક્લાઉડ-કંપ્યૂટિંગ બિઝનેસ ચલાવે છે. 
 
જાણો કેટલી છે જેફ બેજોસની પર્સનલ સંપત્તિ 
 
57 વર્ષના બેજોસ અને 167 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે, તેઓ કંપનીથી જુદા નહી થાય. તેઓ અમેઝોનમાં કાર્યકારી અધ્યક્ષ બન્યા રહેશે અને નવા પ્રોડક્ટસ અને પહેલુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ પઓતાના બીજા વેંચર્સ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની યોજના બનાવી રહ્યા છે. જેવુ કે તેમની રૉકેટ શિપ 
 
કંપની, બ્લુ ઓરિજિન અને તેમનું અખબાર, વોશિંગ્ટન પોસ્ટ. અમેજને જાહેરાત પણ કરી કે તેઓ પોતાના વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ તરફ વધુ શો અને ફિલ્મો જોવાની આશા સાથે $ 8.45 માટે હોલીવુડ સ્ટુડિયો MGM પણ ખરીદશે.